________________
ફૂલ
કાવ્યાંજલિ સભાગી કવિ
(છંદ સારસી) તે માહામાં મોહન તણા સિદ્ધાંતને ઉત્તમ ગણ્યા વળી દેશભક્તો વિરલાને કાવ્યમાં ખત વણ્યા રજગુણ મન રૂચે નહિ તમો ગુણને ત્યાગી હતો સત્વગુણ સાગર ઘુઘવતે કવિ કાગ સંતભાગી હતે. નિજ દેશને વિદેશભરમાં પદ્મશ્રી મશહુર હતો માત કાગલ કુળમાં કવિ કાગ કેહીનૂર હતું અણડગ હતો અડીખમ હતો નીડર બનીને ભાંખતે કવિ ભક્ત દુલા કાગ તું શ્રીરામ રૂદે રાખો. સ્વર્ગે જતા કવિ કાગનું નિજ દેશને તુટો પડ્યો સુવાસ મૂકી સામટી તું સવથી છુટો પડયો કહે મનુ કવિ કાગને પ્રભુ શાંતિ સ્વર્ગે આપજે કવિ ભક્ત દુલા કાગને તારો કરીને સ્થાપજે. ગોંડલ –અંધકવિ મનુભાઈ કે. ચુડાસમા
ભુશંડી તને કાગ કહું કૃષ્ણ તણી બંસીનો રાગ કહું કે,
બાવન ફૂલડાળો બાગ કહું ? કાવ્ય કંઠને કહેણીની ત્રિવેણી ભણું કે,
ગરૂડ ગુરુ ભુશંડી તને કાગ કહું ? શુદ્ધ શુકદેવ કહું, બુદ્ધ કે ગાંગેય કહું ? દુહ પંચમ વેદ કહું, કે ભક્તિ અભેદ કહું? યોગી અવધૂત કહું, ભારતી સપુત કહું ? સર્વગુણ સંપન્ન કહું, કે ગાંધીયુગનું સુમન કહું ? ધાનબાઈનું ધન કહું, કે મેઘાણીનું મન કહું ? ભાયાઉત ભગત કહું, કે જગઢાંકણ “જયજગત’ કહું ? આસરાણા
–દલુભાઈ જોશી
DD DD.
((((((((( *fabt Eટા ક » Ben :