________________
કાવ્યાંજલિ
કાગ.
દીન દયાળુ વાસમાં દીવા કરી તું જાગ, ગડથાલાં લેનારને દેર્યાં અધારે ખળખળ વહેતાં વહેણ સમ મેં ગંભીરા નાદ, ચપટીએ ચેટક કરી, (કયાં) ગયા લગાડી સ્વાદ ? આકાશવાણીએ ઉચ્ચર્યાં લાકકવનના રાગ, રામાયણ રમતી કરી તે ભુષ’ડી કાગ. તારા એ રસથાળમાં નવ રસ સ્વાદ અથાગ, જમનારા નરવા કર્યાં, હું તે દુલ્લા કાગ. તારાં ગીત કવિતથી રહી લેાકભાષાની લાજ, લોકગીતેાના ડાયરા, સુના પડી ગ્યા આજ. સૌને લઈ સત્કારતા (લઈ) ભૂજપાશના લાગ, પાણ પાયાં ખમીરના અહે। તે દુલા કાગ. જગને દેતાં શીખવ્યા ભાવ ધરીને ભાગ, ટેલીયે। વિનેાખા તણા કહુ' તને હું કાગ. રાય રક રાજી કર્યાં ગાઈ સુરીલા રાગ, હાડ નીચેવી હાલીયે। હવે તું દુલ્લા કાગ રાજકોટ —મીઠાભાઇ પરસાણા
કવિ કાગને શ્રદ્ધાંજલિ
કાળા રંગે કાગડા, કામણ કર્યાં કમાલ શબ્દે આવ્યા શામળા, વેણે ફુટયા વ્હાલ
•
કાગા શખરી રામની નિતનિત જોતી વાટ પગ ધાવાને ન્હાવરા, કેવટ ગંગા ઘાટ
•
કવિતા કાયલને તજી ઉડી ગયેા કયાં કાગ વડલા પણ વાણી તણા, લઈ બેઠો વૈરાગ
કાગા ધર ધર એલજે, ધર ધર આવે મીત પાંખડીએ પણ પાંગરે તે કાંટે કાળે પ્રીત —હરકિશન જોશી
જામનગર
કવિશ્રી દુલા કાગ
સ્મૃતિ ગ્રંથ
-
૧૫૧