________________
૧૫o
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ
કાગ વીશી [કેટલાક પિતૃ કે માતૃભકતે પિતાના માવતરની હયાતિમાં “જીવતું જગતિયું કરે એવી ભાવનાથી પ્રેરાઈને ભાઈ મીઠાભાઈ પરસાણાએ બાપુને સંબોધીને '૭૫ના સપ્ટેમ્બર માં મરશિયા લખીને બાપુને મોકલેલ. જે અહીં રજૂ કર્યા છે]
ભજન દુહા ને છંદને, મધમધતો તુજ બાગ; કેક ભ્રમર ગુંજન કરે, તુજ કે જે ઓ કાગ. પટણીથી પાટે ચડશે, કૃણે બંધવી પાગ; મેઘાણીએ મોં કર્યો, તને હા દુલા કાગ. જગમાં કોઈ ન માનતું, ભગત હવે બગ કાગ; (પણ) કળિયુગમાં તું અવતર્યો, હે ભુપડી કાગ. આંખો જ્યારે માંડતે, પ્રશાંત પાણીદાર, વશીકરણથી બાંધતે લેકે લાખ હજાર. વિદ્વાનો ને લેખકે નમે કલમ તુજ આજ, આફ્રીન તુજ ઉપર સહુ જે સંભાળે તાજ. દુનિયા ડેલાવી રચી કાગવાણીના ભાગ, બુઢાં નાનાં બાળ સહુ ગાય રસીલા રાગ. વંકી તારી પાઘડી ને વંકા તારાં વેણ, ફટલને તેં ધગધગાવી માર્યા પાકાં રેણ. હણવા દારૂ દૈત્યને તે લલકાર્યા ફાગ, જળ મેલ્યા બંધાણીએ તુજ સમીપે કાગ. ચારણ ધારણ કેમ ધરે હાલ્યા ઘરનો મોભ, તું વિણ આડે કોણ દીએ, દખને આભે થેભ ? તું ચારણને દેવતા ચારણ માટે ભાગ, તે તેને ઉંચા લીધા ભલે હો દુલા કાગ. મક્કમ ડગલાં માંડત, નિર્ણય લઈ તત્કાળ, તારૂં ઉથાપે નહિ ચારણને કઈ બાળ. ગાયો ચારી બે જણે કાનુડા ને કાગ, એકે લીધી બંસરી, બીજે છેડો - રાગ.
(
કuિી દુલા કાકા ઋદિ-સાથ)))))))