________________
કાવ્યાંજલિ
દિલકી દઢતા ગિરિ મેરૂ સમી હતી શીતળતા સુ હિમાલય સી, ગહરાઈ સમંદર સાત સમી સમતા ગુરુદેવ દતાત્રય સી. ખમકાર ગિરા કરતી વહતી રસધાર મંદાકિની કે પય સી, કુલ ચારણમાં પ્રગટાવી પ્રભા કવિ કાગ સદા સૂર્યોદય સી.
નથી સૂર કબીર કવિ તુલસી નથી ઈસર કે રવિ ભાણગુરુ, નરસિંહ મીરાં કે મેઘાણી નથી નથી જીવણ કાન્ત કલાપી અરુ. નથી આમ એ કોઈ સદેહે ભલે છતાં છે નિત્ય અક્ષર દેહ ધરી, વિશ્વાસ છે “પિંગલા” કાગ બધે મળશે જુઓ ગામઠી ગામહી ફરી. જામનગર
–પિંગળશી મેઘાણંદ ગઢવી
રૂઠી જ્યાં વિધાતા
“કંઠ ગયે કહેણી ગઈ ગયા છત્રીસ રાગ
અધવચ મૂકી એકલા, જ્યાં સંતાયા કાગ.” સત સંગ અને રંગ ભક્તિ તણા, જ્યાં તંબુર તારે તળાતા, છંદ સવઈ ને છપ્પયનાં રોજ, કાવ્ય કસુંબાં ઘોળાતા.
આંગણીએ આવકાર તણા, સુર હજીય છે સંભળાતાં, કયાં જઈને નાખી એ ધાવ કે કરીએ રાવ-રૂઠી જ્યાં વિધાતા. અજબ રચના રામ તણી–એમ ગાતી રસના આજ રડે, સીતા હરણ કે હરણકશીપુનાં આજે થડડડ થંભી ગડે. શક પડે છે મનમાંય હજી મને-વેણ હજુ નથી વિસરાતા, ક્યાં જઈને નાખીએ ધાવ કે કરીએ રાવ-રૂઠી જ્યાં વિધાતા. મોતીદામ, ચર્ચરી, સારસી–રેણાંકિ–ત્રોટક સૌ રડતાં, ડીંગળ, પીંગળ-દુહા સોરઠા-હાલ્યા કેમ મૂકી પડતાં. કોણે ઘડયા ભગવાન-ભલા આ જીવનમરણ કેરા નાતા ? કયાં જઈને નાખીએ ધાવ કે કરીએ રાવ-રૂઠી જ્યાં વિધાતાઅમ અંતર કેરી અંજળીયું, આજ આંખડીયું માં ઉભરાતી, મૂકી કોયલ મેરનાં કંઠ, રહેશે “કાગવાણી' દુનિયા ગાતી, કળા છે અપરંપાર આ “કેશવ’ ભેદ નથી કંઈ સમજાતા, કયાં જઈને નાખીએ ધાવ કે કરીએ રાવ રૂઠી જ્યાં વિધાતા.
-કેશવ રાઠોડ
:
:
આ
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ