________________
r
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રથ મહાસાગર આજ સુકાઈ ગયો
( છંદ : દુર્મિલા)
જિન કંઠ અમીત ભર્યું હતું કામણ ગીત ખુબી ભર્યા' ગાઈ ગયો, કંઈ યુક્તિ ભરી રચનાઓ કરી ખુદ પાન ખુમારીનાં પાઈ ગયો. સૂર ચારણ જ્ઞાતિ મહીં પ્રગટ પ્રસરાવી પ્રભા અથમાઈ ગયે કવિ કાગ જતાં લેક સાહિત્યને મહાસાગર આજ સુકાઈ ગયો.
૧•••
હરતાં ફરતાં મધુરાગ સુણી ઢળતાં જન હેરી ગે વળતાં, ઘંટનાદ સમા ઘુઘવાટ સુણી ચિતરાઈ જતાં ઢીંગલાં ધુણતાં. નિરખી મન મદ ભરી મૂરતી ગણ દેવ ગણી પગમાં પડતાં, ગુજરાતનું ગીત અનાથ બન્યું, રવીનાથ સમ કવિ કાગ જતાં.
કંઈ શાસ્ત્ર પુરાણોની વાત કથી કથી વાતરૂ દાંપત્ય જીવનકી, કથી દેશની દાઝરૂ વીર કથા કથી બ્રહ્મ કથા રઘુનંદનકી, કથી ત્યાગરૂ ભક્તિ ભવેશ્વરકી કથી વીર કૃષિકાર નંદનકી. કથી સેરઠના સત્કાર ભણી અનુરાગ ભરી સંત સજજનકી,
લખિયાં ગીત શારદ માત તણાં લખિયાં ગીત આદિયા શક્તિ તણાં. લખિયાં ભવસાગરને તરવા મળવા પ્રભુમાં પ્રભુભક્તિ તણાં. લખિયાં દિલ્હી દરબાર જઈ અપના ધ્વજના અરમાન તણા, ભૂમિદાન તણા સન્માન તણા અભિયાગતને અન્નદાન તણાં.
...૪
કહિયે કુલભૂષણ જન્મ ભયો યશભાગી મહા શુભ રાત મહીં, વરસાવતે અમૃતની વરસા ઈક નાની શી વાતની વાત મહીં. પ્રણવું મતિવાન પ્રરાક્રમી પૂરન સુકવિ ચાર જાત મહીં, મળવો મુશ્કેલ છે કાગ સમ ગરવી નવી ગુજરાત મહીં.
પ્રિય રાગ તણા રણકાર ગયા ગીત ત્રિકુટના જાણકાર ગયા, દિલ દાયરાના શણગાર ગયા જાણે પ્રાણ તણું ધબકાર ગયા. અવકાશ ધ્વની પર છલતા'તા નિત્ય હ મેરૂભા પડકાર ગયા, કવિ કાગ જતાં સૌરાષ્ટ્ર તણા લોકસાહિત્યના લલકાર ગયા.
-
૧
- -
-
-
==
=
=
ની કપ દુલા કાગ સ્મૃતિ-ગ્રામ,