________________
હવે પ્રયોગીઓ કરોળિયા, વીંછી જેવા અનેક પ્રાણીઓમાંથી જનીન કાઢીને ડાંગર, ઘઉં, રીંગણાં, જેવા સાવ જ જુદા પ્રકારના સજીવ કોષમાં દાખલ કરીને પકવે છે, જેથી આવા જનીન રૂપાંતરિત પાક કેટલાંક નવાં ઇચ્છિત લક્ષણો ધરાવતાં થઈ જાય. જીવાણુ, વિષાણુ, કરોળિયા અને વીંછીમાંથી જનીનો લઈને રીંગણાં, બટેટા, મકાઈ જેવા પાકોની જનીન શૃંખલામાં ઠસાવીને છોડનું જનીનિક રૂપાંતર થઈ રહ્યું છે. આને કારણે પાક ૫૨ બેસતી નુકસાનકારક જીવાતોથી બચી શકાય છે. પરંતુ આ પદ્ધતિ સોળેસોળ આના ભરોસાપાત્ર નથી. કારણ કે જુદી જ પ્રજાતિના જનીન કાઢીને નવા સજીવમાં દાખલ કરતી વખતે તે નવા સજીવના ડી.એન.એ. માં ક્યાં દાખલ થાય છે અને તે જનીનને કારણે કયા અણધાર્યા ફેરફાર થશે તે કોઈ જાણતું નથી.
આવો જનીન – રૂપાંતરિત ખોરાક આપણા રસોડાનાં બારણાં ખખડાવી રહ્યો છે. ટૂંક સમયમાં જ આવો જનીન રૂપાંતરિત ખોરાક પ્રથમ ભાણામાં અને પછી તરત જ આપણા સૌના પેટમાં સ્થાન પામવાનો છે. ભારતમાં બી.ટી.કપાસની ખેતીને વ્યાવસાયિક ધોરણે પરવાનગી અપાઈ છે અને તેમાં પણ કેટલીક આડઅસરો તો નોંધાઈ જ છે, પરંતુ હવે દુનિયામાં પહેલી વાર બીટી રીંગણાંની ખેતીની પરવાનગી આપવાની તૈયારી ભારતમાં થઈ રહી છે.
વિદેશોની વિવિધ સ૨કા૨ો, સંશોધન સંસ્થાઓ, અભ્યાસુઓ, સ્વતંત્ર એજન્સીઓ અને ખાનગી કંપનીઓએ કરેલા અનેક અખતરાઓને આધારે પ્રકાશિત થયેલ વૈજ્ઞાનિક પુરાવાઓ એવું સાબિત કરવા પ્રેરે છે કે જનીન રૂપાંતરિત પેદાશો ગંભીર અને અણધાર્યા દેહધાર્મિક ફેરફારો કરે છે અને તેની આરોગ્ય પરની અસરો આજ સુધી અકળ રહી છે.
ઉંદરો પર થયેલ અખતરામાં આટલા નુકસાન નોંધાયા છે - વિકાસ રૂંધાવો, પ્રતિકારક શક્તિ ઘટવી, પ્રજનન ક્ષમતા ઘટવી, જઠરમાંથી લોહી નીકળવું, પાચક ઉત્સેચકોનું પ્રમાણ ઘટવું, યકૃત અને કિડનીમાં ચાંદાં પડવાં, ફેફસાંની પેશીઓમાં સોજો આવવો, બચ્ચાના મૃત્યુ દરમાં વધારો અને વિવિધ અવયવના કોષનું બંધારણ વિકૃત થવું.
આવી સીધી અસરો ઉપરાંત આવાં રસાયણોના ઉપયોગને પરિણામે પર્યાવરણ પર પણ આડઅસરો થાય છે. જમીન તો ધીરે ધીરે કસ વગરની થાય
ચાતુર્માસ