SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે. અનેક પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ વધે છે. કુદરતમાં ફેલાતા ઝેરને કારણે સજીવો અને ફંદા - પતંગિયાં પર પણ અવળી અસરો થાય છે. મુખ્ય પરિણામ આ તો છે જ કે કુદરતે દીધેલું શુદ્ધ રૂપ અલોપ થઈ જાય છે. જેવી રીતે ગીરના જેવી શુદ્ધ ગાય અદશ્ય થઈ રહી છે એ જ રીતે શુદ્ધ સ્વરૂપના મકાઈ, રીંગણાં પણ અદશ્ય થવામાં છે. આમ, આ નવા પ્રકારની જનીન ઇજનેરી વિદ્યા ભલે અત્યંત આધુનિક ટેકનિક કહેવાતી હોય, પરંતુ હકીકતે તે ચોક્સાઈ વિનાની અને આડેધડ છે. એ અત્યંત જોખમી પણ બની શકે. હું તો નવી વસ્તુઓના વપરાશ માટે કહું છું કે પચાસ - સો વર્ષ સુધી વપરાઈને નીવડી હોય તેનો જ વપરાશ રાખવો, નહીંતર વિજ્ઞાનીઓના પ્રયોગ આપણા જ શરીર પણ થવાના. આ બાબતમાં “ઓલ્ડ ઈઝ ગોલ્ડ' સૂત્ર અપનાવવા જેવું છે. આપણું શરીર કાંઈ પ્રયોગશાળાના ઉંદરનું શરીર નથી. જીવને તો ઉંદરોનો આવો ભોગ લેવાય છે તે પણ ગમતું નથી. કારણ પ્રાણીઓને પોતાના પ્રયોગોનું સાધન માનનાર માનવજાત કઈ ઘડીએ માણસને પણ પોતાના પ્રયોગોનું સાધન માનતી થઈ જાય એનો ભરોસો નથી. ભારતમાં આટલા પાકો પર જનીન - રૂપાંતર થઈ રહ્યું છે. અનાજમાં - ડાંગર, ઘઉં, મકાઈ, બાવટો, બાજરી, જુવાર. શાકભાજીમાં - રીંગણ, ભીંડા, ટમેટા, કોબીજ, ફલાવર, ડુંગળી, બટેટા, રતાળુ, કસાવા. કઠોળમાં - અડદ, ચણા, ચોળા, તુવેર, સોયાબીન, તેલીબિયાં - રાયડો, મગફળી, સૂર્યમુખી, કસુંબી, એરંડા. મસાલા – મરી, એલચી, મરચાં, આદુ. ઔષધિ – બ્રાહ્મી, અશ્વગંધા, જીવંતી, ક્રીટ. ફળ - લીંબુ, સફરજન, કેળાં, પપૈયા, દાડમ, સક્કરટેટી, તડબૂચ. રોકડિયા પાક - કપાસ, શણ, કૉફી, ચા, તમાકુ, શેરડી, કાર્નેશવ, રબર. શું આપણે થોડા થંભી જઈને વિચાર કરવાની જરૂર નથી કે માણસ માટે વિજ્ઞાન છે કે વિજ્ઞાન માટે માણસ? વિજ્ઞાને શસ્ત્રાસ્ત્રમાં આપણને સર્વવિનાશી
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy