SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ લૌકિક તહેવારોની જાહેર ઉજવણી આપણા દેશમાં વ્યાપકપણે અને અકલ્પ વેગથી વધી રહી છે. જે તે તહેવાર જે દેવી-દેવને અનુલક્ષીને હોય તે તે દેવદેવીની વાસ્તવિક – તેમના ધર્મ પ્રમાણેની – ઉપાસના તો હવે જોવા પણ નથી મળતી. જોવા મળે છે માત્ર ન્યુસન્સ - તોફાન, માઈક, ટેપ-સ્ટિરિયો અને એવા એવા ઘોંઘાટ, બેન્ડ અને ઓરકેસ્ટ્રામાં વાગતાં પશ્ચિમી વાદ્યોનો અસહ્ય અવાજ, ગુલાલ-કંકુના નામે ઝેરીલાં દ્રવ્યોમાંથી બનેલા રંગોની છોળો ઉછળતી રહેવાને કારણે શરીર- કપડાં, મકાનો, રસ્તાઓમાં છવાતું ગુંગળાવનારું પ્રદૂષણ, પાણીનો ભયંકર બગાડ, આ અને આવું બધું ધર્મ તથા દેવના નામે ખૂબ ચાલે છે. દશામાં” ને ડૂબાડે, કૃષ્ણકનૈયાને પણ ડૂબાડે, ગણેશને પણ ડૂબાડે, એમ એક પછી એક દેવના નામે પ-૧૦ દહાડા તાંડવ અને પ્રદૂષણ ચાલતાં રહે. દુર્ભાગ્યે આ દેશમાં ક્યાંય કોઈનું કશું જ નિયંત્રણ નથી રહ્યું. પહેલાં મહાજનનું કે ધર્મસંસ્થાનું નિયંત્રણ રહેતું. પણ લોકશાહીના નામે એ બધાનું અને સઘળીયે મર્યાદાઓનું અસ્તિત્વ જ હવે નથી રહ્યું. આ બધાંય તાંડવોમાં નશીલાં દ્રવ્યોનું સેવન અને તેને લીધે પ્રવર્તતો ઉન્માદ-છાકટાપણું તો હવે આ તહેવારોનું આવશ્યક અંગ હોય છે. મનુષ્યના આરોગ્ય ઉપર, સમાજની શાંતિ ઉપર અને આપણી ધર્મ ભાવના કે શ્રદ્ધા ઉપર આ બધાંની કેટલી નકારાત્મક અસરો થાય છે, તેનો તો કોઈને જાણે વિચાર જ નથી આવતો ! ફટાકડા ફોડવા તે પણ આવશ્યક મનાય છે. હવે આવે છે નવરાત્રિ. તેમાં માતાજીના ગરબાના નામે જે નિમ્ન કક્ષાની અને પ્રદૂષણસ્વરૂપ હરકતો ચાલે છે તેણે તો આપણા યુવાન વર્ગનું નિકંદન કાઢી મૂક્યું છે. દુર્ભાગ્યે, જૈનોનો મોટો સમૂહ પણ આ હરકતોમાં સામેલ હોય છે. પૈસાનો દુર્બય, તબિયત અને શરીરનો સત્યાનાશ, સમય-શક્તિની બરબાદી, પ્રદૂષણના કારણે અનેક ભયંકર બિમારીઓને આમંત્રણ - આવું ઘણું બધું હોવા છતાં આપણા લોકો આ બાબતે વિવેક અને મર્યાદાનાં બંધનો પાળવા તૈયાર નથી. આ આપણી સામાજિક દુર્દશા જ છે. આપણા જૈનોના વરઘોડા પણ હવે ઘણી બધી હદે લૌકિક થઈ રહ્યા છે. ઈલેકટ્રિક ઇસ્યુમેન્ટવાળી બેન્ડ-પાર્ટી આવે. તે કાન ફોડે તેવા અવાજે વાદ્ય તથા
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy