________________
वाई य खमासमणे, दिवापरे वायगदति एगट्ठा ।
पुव्वगर्वामि य सुते, एए सद्दा पउंजंति ।। ભાવાર્થ : પૂર્વધારી મુનિવરોના નામની સાથે ‘વાદી’, ‘ક્ષમાશ્રમણ’, ‘દિવાકર' અને ‘વાચક શબ્દો એક અર્થ રૂપે (સમાન અર્થમાં) વપરાય છે. આ
આ શબ્દો પ્રાચીનકાળમાં ‘પૂર્વધારી' અર્થના સંકેતરૂપે વપરાતા હતા. - પૂ. આ. શ્રીદેવર્કિંગણિવર ક્ષમાશ્રમણનો સ્વર્ગવાસ વીર નિ. સં. ૧૮૦૦માં શ્રી શત્રુંજયગિરિરાજ ઉપર અનશનની સાધનાપૂર્વક થવા પામ્યો હતો. ( તેમના પછી તરત જ અંતિમ પૂર્વધર યુગપ્રધાન આચાર્યદેવ શ્રી સત્યમિત્રસૂરિજી મ. પણ સ્વર્ગે પધાર્યા. ત્યાર બાદ પૂર્વના કોઈ જાણકાર રહ્યા નહિ, તેથી વીર નિ. સં. ૧000માં પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પૂજ્યપાદ શ્રીદેવર્ધ્વિગણિ મહારાજ, પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજીથી પચ્ચીસમા વાચનાચાર્ય હતા (શ્રીનંદી-સુત્રની થેરાવલીના આધારે).
આ માટે જુઓઃ પૂ. મુનિશ્રી દર્શન વિજય મ. લિખિત “જૈન પરમ્પરાનો ઇતિહાસ ભાગ-૧માં પ્રકરણ ૧૩મું (પેજ નં. ૨૯૭).
- આ. શ્રી કાલકસૂરિજી મ.નો પરિચય પૂ. આચાર્યદેવ શ્રી બાલકસૂરિજી મહારાજ એટલે પૂ. આચાર્યદેવ શ્રી નાગાર્જુનસૂરિજી મહારાજની પરંપરામાં થયેલા છઠ્ઠી આગમ-વાચના કરનારા પૂ. આ. શ્રીદેવસ્વિંગણી મહારાજના સહાયકારક ચોથા કાલકાચાર્યજી મહારાજ. જેઓનો યુગપ્રધાન-સમય વીર નિ. સં. ૯૮૩થી ૯૯૪નો હતો.
વીર સં. ૯૯૩માં આનંદપુરમાં વલભી-વંશના રાજવી ધ્રુવસેન (પ્રથમ)ના પુત્રનું મૃત્યુ થતાં રાજાના હૃદયમાં ઘોર શોક વ્યાપી ગયો. તે શોકનું નિવારણ કરવા કાજે સકળ શ્રીસંઘ સમક્ષ ધ્રુવસેન રાજાની રાજસભામાં શ્રીકલ્પસૂત્ર મહાન આગમની વાચના પૂ. આ. શ્રી કાલકસૂરિ મહારાજે ફરમાવી હતી ત્યારથી કલ્પસૂત્ર-શાસ્ત્ર આજે પણ પર્યુષણા-મહાપર્વ દરમિયાન જાહેરમાં ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ વંચાય છે.
પૂ. આ. શ્રી કાલિકસૂરિ મહારાજની પાટે બીજા ઉદયના આઠમા યુગપ્રધાન અને અંતિમ પૂર્વધર પૂ. આ. શ્રી સત્યમિત્રસૂરિજી મહારાજ થયા. તેઓશ્રી છેલ્લા પૂર્વધર તો હતા જ, ઉપરાંત વાચક-વંશના પણ અંતિમ વાચનાચાર્ય પણ હતા. આ સૂરીશ્વરની વિદાય થતાં વાચકવંશ સમાપ્ત થયો.
ઉપર વર્ણન કર્યા પ્રમાણે ભગવાનશ્રી મહાવીરદેવના શાસનમાં પ્રાચીનકાળમાં છે વાચનાઓ થઈ. વીરશાસનમાં કાળના વિષમ-પ્રભાવે ધારણાશક્તિ ઘટવાના કારણે અને દુષ્કાળ આદિના કારણે વિનાશ તરફ ધસતા જતા આગમ-શ્રુતને બચાવવામાં આ વાચનાઓ અતિ ઉપકારક સાબિત થઈ. આ છ વાચનાઓ થઈ તે પ્રભુ વીરના નિર્વાણથી ૧૦૦૦વર્ષના સમય દરમ્યાન જ થઈ. ત્યાર બાદ આ પ્રકારની આગમ-વાચના થયાનો ઉલ્લેખ ઉપલબ્ધ થતો નથી. આ
આગમની સરગમ