SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠી આગમ-વાચના : વાચક-વંશના વાચનાચાર્ય પૂજ્યપાદ આચાર્યશ્રી સ્કંદિલસૂરીશ્વરજી મહારાજે કરેલી માથુરી-વાચનાના વારસદાર હતા: પૂ. આ. શ્રીદેવસ્વિંગણી ક્ષમાશ્રમણ અને પૂજ્યપાદ આ. શ્રી નાગાર્જુન સૂરીશ્વરજી મહારાજે કરલી વાલભી-વાચનાના વારસદાર હતાઃ પૂ. આ. શ્રીકાલકસૂરિજી મહારાજ. દેશની પરિસ્થિતિ સુધારા ઉપર આવતાં દૂરદૂર રહેલા આ બંને સૂરિદેવો ભેગા થયા અને શ્રુતપરંપરામાં આવેલી મંદતાને ધ્યાનમાં લઈ તત્કાલીન શ્રી શ્રમણ-સંઘને ભેગો કર્યો. એમાં પ00ની સંખ્યામાં આચાર્યદેવો એકત્રિત થયા હતા અને વલભીપુરમાં ૧૩વર્ષ સુધી લાગલગાટ તાડપત્રો ઉપર આગમ લેખનનો મહાયજ્ઞ ચાલ્યો હતો એમાં એક ક્રોડ ગ્રંથોનું આલેખન કરવામાં આવ્યું હતું એટલે ઓછામાં ઓછા એક અબજ શ્લોકની કલ્પના કરી શકાય અને બીજી એ પણ કલ્પના કરી શકાય કે જો આચાર્યદેવોની સંખ્યા ૫૦૦ની હોય તો સાધુ ભગવંતોની સંખ્યા કેટલી હોઈ શકે? એક આચાર્ય દીઠ પાંચ સાધુને સમજીએ તોય ર૫૦૦ની સંખ્યા થાય. હવે જો સાધુ ભગવંતો ૨૫૦૦ હોય તો સાધ્વીજીઓની સંખ્યા કેટલી કેટલી હોઈ શકે તો પછી જૈનોની આબાદી કેટલી માની શકાય? અને એની સામે જૈનેતરોની સંખ્યા તો વિસ્મયકારી જ હોય ને? તો પછી આટલી મોટી જન સંખ્યાને પોતાનામાં સમાવતા વલભીપુરનું ક્ષેત્રફળ કેટલું વિશાળ હોઈ શકે? આજના આનંદપુર, પછેગામ અને મહાતીર્થ શ્રીઅયોધ્યાપુરમ્ આદિ વલભીપુરના જ ભાગ તરીકે મનાય અને આ બધી ભૂમિમાંથી નીકળતા પ્રાચીન અવશેષો પણ આ જ વાતની ગવાહ પૂરે છે. આ આગમ-વાચનાની સફળતા માટે શ્રી શત્રુંજયઅધિષ્ઠાયક શ્રીકપર્દીયક્ષ વગેરેની સહાય પણ લીધી હતી અને બંને મહાત્માઓએ વલભીપુર (=વળા- સૌરાષ્ટ્ર)માં આગમ-વાચના કરીને આગમોને ચિરંજીવતા બક્ષી હતી. આ વાચનામાં ચોર્યાશી આગમોનું સુવ્યવસ્થિત સંકલન કરવામાં આવ્યું હતું અને તાડપત્રનાં પૃષ્ઠો ઉપર સાધુઓએ લિપિબદ્ધ કરીને આગમોને પુસ્તકારૂઢ કર્યા હતા. તદુપરાંત બીજા પણ મહત્ત્વપૂર્ણ શાસ્ત્રગ્રંથોનું પુસ્તકાલેખન કરવામાં આવ્યું હતું. કાર પાંચમી આગમ-વાસના સમયે વાચનાચાર્ય શ્રીમદ્ સ્કેન્દિલસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રીમદ્ નાગાર્જુનસૂરિજી મહારાજ કાળ-બળના પ્રતાપે ભેગા થઈ શક્યા ન હતા, પરંતુ તે વાચના-સમયે કેટલાક જાણકારોના મત પ્રમાણે આગમોનું પુસ્તકાલેખન થયું હતું, છતાં તે માથરી અને વાલભી વાચનામાં રહી ગયેલા પાઠભેદોનો આ છઠ્ઠી વાચનામાં સમન્વય કરવામાં આવ્યો અને બહુશ્રુત ગીતાર્થોની સૂચના અનુસાર એક પાઠ નક્કી કરવામાં આવ્યો હતો. કે આ વાચનાનો સમય વીર નિ. સં. ૯૮૦નો છે. પૂ. આ. શ્રીદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના દીક્ષાગુરુ હતાઃ પૂજ્યપાદ આ. શ્રી લોહિત્યસૂરિજી મહારાજ, તેમની પાસે ભણી-ગણીને પૂ. દેવર્ધ્વિગણિવરે “ગણિપદવી” મેળવી અને ઉપકેશ-ગચ્છના આચાર્યપૂ. શ્રી દેવગુપ્તસૂરીશ્વરજી મ. પાસે એક પૂર્વ અર્થ સાથે અને બીજું પૂર્વ મૂળ-ભણીને “ક્ષમા-શ્રમણ” પદ મેળવ્યું, કેમ કે નીચે જણાવેલી ગાથાના અર્થ મુજબ “ક્ષમા-શ્રમણ પદ પૂર્વધારીને જ લાગુ પડે છે. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy