SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનંદીસૂત્ર-ચૂર્ણિ-વૃત્તિ આદિના આધારે આ કાર્યમાં પરસ્પર સંમતિ લેવાઈ હોવાનું જણાય છે. આનો અર્થ એ થયો કે ગીતાર્થોની સલાહ-સૂચના અનુસાર યોગ્ય સંમતિ સમ્રાપ્ત કર્યા બાદ અશક્ય-પરિહાર સમજીને આ જુદી જુદી વાચનાઓ થઈ હોય તેમ જણાય છે. દેશમાં પુનઃ શાંતિનું વાતાવરણ સર્જાય, પછી આપણે બધા ભેગા થઈશું અને માથુરી તથા વાલભી વાચનાઓના પાઠભેદોનું સમન્વયપૂર્વક નિરાકરણ કરીશું.” આ પ્રકારની પારસ્પરિક મસલત થઈ હશે જ, જે તે સમયની દેશની ભયંકર પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. - યોગશાસ્ત્રની વૃત્તિમાં આ રીતે ઉલ્લેખ મળે છે તથા કેટલાક આચાર્યોનો એવો મત પણ છે કે આ પાંચમી આગમ-વાચનાના અવસરે આગમોના પાઠોનું સંકલન તો કરાયું જ હતું, પરંતુ બંને સ્થળે આગમોનું પુસ્તકારાહેણ પણ કંઈક અંશે કરવામાં આવ્યું હતું. તેનું કારણ એ હતું કે અલ્પ બુદ્ધિવાળા જીવો હવે આગમોને મુખપાઠ રાખી શકે તેવો સંભવ નથી. વળી, તેમ કરવામાં પાઠોની હેરફેર કે વિનાશ થવાનો પણ સંભવ છે. આ પ્રકારની ગીતાર્થ આચાર્યોની વિચારણા અનુસાર આગમ-લેખન થવા પામ્યું હતું. પૂ. આ. શ્રી સ્કંદિલસૂરિજી મહારાજનો અને પૂ. આ. શ્રી નાગાર્જુનસૂરિજીનો જીવનપરિચય પૂ. મુનિશ્રી દર્શનવિજયજી મહારાજે (ત્રિપુટી મહારાજે) લખેલા “જૈન પરમ્પરાનો ઇતિહાસ” ભા. ૧માં “આ. શ્રી સ્કંદિલસૂરિજીનો પરિચય” એ નામના પ્રકરણમાં નીચે મુજબ વર્ણિત છે. આ. શ્રી સ્કંદિલસૂરિજી : આ આચાર્ય મથુરાના રહેવાસી ધર્મ જૈન બ્રાહ્મણ મેઘરથ અને રૂપરેખા બ્રાહ્મણીના પુત્ર સોમરથ નામના હતા. ( તેઓએ આર્ય વજસ્વામી અને આર્યરથની પરંપરાના કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યસિંહના ઉપદેશથી વૈરાગ્ય પામીને આર્યધર્મ પાસે તેમણે દીક્ષા લીધેલી અને બ્રહ્મદીપિકા શાખાના આ. સિંહસૂરિ વાચનાચાર્ય પાસેથી આગમ તથા પૂર્વનું જ્ઞાન મેળવીને વાચકપદ પ્રાપ્ત કર્યું હતું. યુગપ્રધાન મંત્રના આધારે તેમનો વાચનાચાર્ય-કાળ વીર સં. ૮૨૬નો છે. આ વાચનાના સંચાલક આ. સ્કંદિલસૂરિ સંબંધી એક ગાથા શ્રીનંદીસૂત્રની પટ્ટાવલિમાં મળે છે. जेसि इमो अणुओगो, अज्जावि अड्ढभरहम्मिा । बहुगण रणिऽगय जसे, ते वंदे खंदिलायरिए । આ. શ્રી નાગાર્જુનસૂરિજીનો પરિચય: આ. શ્રી નાગાર્જુનસૂરિજીનો જન્મ વીર નિ. સં. ૭૯૩માં દીક્ષા ૮૦૭માં, યુગપ્રધાનપદ ૮૨૬માં અને સ્વર્ગવાસ ૯૦૪માં ૧૧૧ વર્ષની વયે થયો હતો. તે આ. શ્રીસ્કંદિલાચાર્યમહારાજે કરેલી આ વાચનાના સમય અંગેનો ઉલ્લેખ સુરત-ગોપીપુરામાં વિ. સં. ૨૦૦૭માં થયેલ “શ્રીઆગમોદ્ધારક ગુરુમંદિરમાં” આ. શ્રી સ્કંદિલાચાર્યજી મ.ના વાચનાના ચિત્રપટમાં વીર નિ. સં. ૮૨૭થી ૮૪૦ લગભગનો બતાવેલ છે. ૧૦. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy