SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ચરણ-કરણાનુયોગ- જેમાં “અગિયાર અંગો”, “છેદ સૂત્રો’’, “મહાકલ્પ ઉપાંગો” અને “મૂળસૂત્રો” આવે. (૩) ગણિતાનુયોગ-જેમાં “સૂર્યપ્રજ્ઞપ્તિ” અને “ચંદ્રપ્રજ્ઞપ્તિ” “જંબુદ્રીયપ્રજ્ઞપ્તિ” વગેરે આવે. (૪) ધર્મકથાનુયોગ- જેમાં “ઋષિભાષિત” અને “ઉતરાધ્યયન સૂત્ર” વગેરે આવે. આ રીતે આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે ચાર અનુયોગની વ્યવસ્થા કરી અને આગમોને ચિરંજીવ બનાવ્યા. આ બાબતને વર્ણવનારી એક ગાથા “શ્રીઆવશ્યક-નિર્યુક્તિમાં” પ્રાપ્ત થાય છે, જેનો ભાવાર્થ આ પ્રમાણે છે: દેવેન્દ્રો દ્વારા વંદિત મહાનુભાવ આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે કાળબળનો વિચાર કરીને જિનાગમના અનુયોગને ચાર વિભાગમાં વહેંચી દીધો.” આ રીતે વીર સં. ૫૯૨ લગભગમાં દશપુર નગરમાં (= આજના માલવાના મંદસૌર નગરમાં) આ. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ-હસ્તક ચોથી આગમ-વાચના સંપન્ન થઈ. પાંચમી આગમ-વાચના: ત્યાર બાદ વીર સં. ૮૩૦થી ૮૪૦ના સમયગાળાની વાત છે. પૂ. આ. શ્રી સ્કંદિલાચાર્યજીએ ઉત્તરાપથના મુનિવરોને મથુરામાં એકત્રિત કર્યા અને આ. સ્કંદિલસૂરિજીના સમકાલીન નાગેન્દ્રવંશના પરમ પ્રભાવક શ્રીહિમવંત ક્ષમા-શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુનસૂરિજીએ દક્ષિણપથના મુનિવરોને વલભીપુરમાં એકત્રિત કર્યા. આ પ્રમાણે મુનિઓનું મિલન કરાવવાનો હેતુ આગમ-વાચના દ્વારા આગમોની સંકલના કરાવવાનો હતો. - તે સમયે સૌરાષ્ટ્રમાં જૈનધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચે ભારે સંઘર્ષ ચાલી રહ્યો હતો. મધ્ય ભારતમાં હૂણો અને ગુપ્તો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં વળી બાર વર્ષનો દારુણ દુકાળ શરૂ થઈ ચૂક્યો હતો. | આ બધા કારણસર જૈન શ્રમણોની અને વિશેષરૂપે શ્રતધર શ્રમણ ભગવંતોની ભારે ખોટ ઊભી થઈ ગઈ. આગમો સાવ લુપ્ત થઈ જાય તેવી ભારે કટોકટીભરી સ્થિતિ સર્જાઈ ગઈ. આ પરિસ્થિતિના નિવારણ કાજે જિનશાસનના પ્રાણાધાર આગમોની સુરક્ષા કરવા માટે આ. શ્રી સ્કંદિલસૂરિજી મહારાજે મથુરામાં અને આ. શ્રી નાગાર્જુનસૂરિજી મહારાજે વલભીપુરમાં ગીતાર્થ મુનિવરોને ભેગા કર્યા અને આગમ-સાહિત્યની સંકલના કરી. આ બે વાચનાઓ બે-બે અલગ અલગ ધુરંધર ધર્માચાર્યોની પુણ્યનિશ્રામાં થવા પામી. જે બંને સ્થાનો અતિ દૂર હતાં. પૂર્વે થયેલ વાચનાઓ કરતાં આમાં વિલક્ષણતા એ હતી કે પૂર્વીય વાચના–સમયે સંપૂર્ણ શ્રમણસંઘનું બૃહદ્ સંમેલન થયું હતું, જ્યારે આમાં આવું બૃહદ્ શ્રમણસંમેલન થવા ન પામ્યું. આનો સૂચિતાર્થ એ નીકળે છે કે, “તે સમયે ભારતવર્ષમાં ભારે અંધાધૂંધી મચવા પામી હશે, જેના કારણે આવા મહત્ત્વપૂર્ણ અને જિનશાસનના પ્રાણાધાર-સમા આગમોને સંકલિત કરવાનો સુઅવસર હતો, છતાં તત્કાલીન સંપૂર્ણ શ્રમણ-સંઘ ભેગો થઈ ના શક્યો અને જુદા જુદા સ્થળે આગમ-વાચનાઓ કરવી પડી.” આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy