________________
અઢારમી સદીની સમાપ્તિના સમયથી, દુષમ કાળના વિષમ પ્રભાવથી શિથિલાચાર પાંગરવા માંડ્યો. આગમિક-જ્ઞાનની પરંપરા સુવિદિત ગીતાર્થ અને આચાર-સમ્પન્ન શ્રમણોના હાથમાં રહી નહિ.
તેનું દુષ્પરિણામ એ આવ્યું કે હસ્તલિખિત પ્રતોમાં પથરાયેલા આગમો અધિકારી પુરુષને પણ પ્રાપ્ત થવા દુર્લભ બન્યા. છે છેલ્લે.. વીસમી સદીના ઉત્તરાર્ધની વાત કરીએ. આ સમય દરમિયાન સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર-નિષ્ઠા અનુમોદનીય હતી. વિશિષ્ટ વૈરાગ્યની પ્રબળ ભૂમિકા પણ સર્જાઈ ચૂકી હતી, છતાં આ બધાને ટકાવવા માટે આવશ્યકતા હતી : આગમની, મૂળ સરવાણી શ્રમણસંઘમાં વહેતી રહે તેની, પરંતુ ગમે તે કારણે આગમોની પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી. જે થોડી પણ આગમ-પઠન-પાઠનની પરંપરા જળવાઈ તે અલ્પ માત્રામાં હતી.
સામાન્ય મુનિવરોને તો આગમિક પદાર્થોનું સુવિદિત ગીતાર્થોના શ્રીમુખેથી શ્રવણ કરવાનું પણ દુર્લભ થઈ જવા પામ્યું હતું.
આવા અવસરે શ્રીશ્રમણસંઘની અઢાર પ્રસિદ્ધ શાખાઓમાં અત્યંત પ્રભાવશાળી સાગરશાખાના અપૂર્વ પ્રતિભાસમ્પન્ન વાદીકેસરી પ્રૌઢ ધીષણાશાળી પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજના એક શિષ્ય આગળ આવ્યા. જ જે શિષ્યને માત્ર નવ જ મહિનાનો ગુરુ-સહવાસ સંપ્રાપ્ત થયો હતો, છતાં પૂર્વજન્મની અપૂર્વ આરાધનાના પ્રભાવે જેમણે એકલે હાથે ન્યાય-વ્યાકરણ આદિ સાધનગ્રંથોમાં અગાધ વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી અને પૂ. ગુરુદેવ શ્રી ઝવેરસાગરજી મહારાજના જ્યારે અંતિમ શ્વાસ ચાલતા હતા ત્યારે તેઓ-શ્રીમદે શિષ્યને અંતિમ હિત-વચન સંભળાવ્યું કે, “વેરે મા માં વા
ધ્યયન વરાવર છરના''. ગુરુનાં આ વચનો પાછળ રહેલી ઊંડી આંતર-આશિષ શિષ્યનું પ્રેરક પરિબળ બની ગયું. ગુરુ-પ્રેરણાને પામીને આપબળે શિષ્ય આગમોનું તલસ્પર્શી અગાધજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વીર નિ. સં. ૨૪૪૦ વિ. સં. ૧૯૭૦માં કો'ક મંગળ ચોઘડિયે જિનશાસનના મહાન ધુંરધર અને સમર્થ શાસન-પ્રભાવક શાસ્ત્ર-પારગામી સૂરિદેવ શ્રી જૈન સંઘ સમક્ષ આ પ્રશ્રને ફરી ઉપસ્થિત કરે છે :
હે મહાનુભાવો! પ્રાચીનકાળમાં બાર-બાર વર્ષના દુકાળો આવી ગયા. રાજ્યક્રાંતિનાં પ્રબળ આંદોલનો અને ધર્માધતાભર્યા ઝનૂની અત્યાચારો પણ થઈ ચૂક્યા. દ્રવ્ય-વિદનોના આ ઝંઝાવાતમાંથી આગમોના વારસાને સુરક્ષિત રાખવા માટે તત્કાલીન યુગપ્રધાન સમર્થ આચાર્યદેવોએ ભારે જહેમત કરી હતી અને છ-છ વાચનાઓ ફરમાવીને જિનાગમોને તેના મૂળ સ્વરૂપમાં ટકાવી રાખ્યા. - પણ. હવે આજની બ્રિટિશ ગવર્નમેન્ટના રાજ્યમાં નથી તો કોઈ રાજકીય ઉપદ્રવો... નથી હડહડતા ભયંકર દુકાળો કે નથી ધર્માધતાપૂર્ણ ઝનૂનીઓના અત્યાચારો! છતાં આપણા જિનશાસનમાં વર્તમાન શ્રમણ-સંઘમાં આગમોના જાણકારો કેટલા? અતિ વિરલ આંગળીના વેઢા જેટલાય નહિ.
આગમની સરગમ