SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર બાદ ગણધર ભગવંતોના શિષ્ય-પ્રશિષ્યો-મુનિવરો વિનય-મર્યાદાપૂર્વક શ્રીગુરુમુખેથી શ્રવણ કરીને દ્વાદશાંગીનો અભ્યાસ-મુખપાઠ કરતા હતા. તે સમયે લખીને કે લખેલાં પુસ્તકો દ્વારા ભણવાનો પ્રતિબંધ હતો. માત્ર ધારણા-શક્તિ દ્વારા આગમો (દ્વાદશાંગી)નો અભ્યાસ ચાલતો હતો. કેવી હશે તે કાળના શ્રમણસંઘની તીવ્ર મેધા-શક્તિ...! | પહેલી આગમ-વાચના: જ ત્યાર બાદ ભગવાન શ્રી મહાવીર પ્રભુની પટ્ટ-પરંપરામાં પાંચમા શ્રુતકેવળી તરીકે સુપ્રસિદ્ધ થયાઃ શ્રી ભદ્રબાહુસ્વામીજી. તેઓના સમયમાં વિષમ કાળના પ્રભાવે બાર વર્ષનો ભયંકર દુકાળ પડ્યો. છે. આ સમયે સાધુઓને ગોચરી (ભિક્ષા) પણ દુર્લભ બની, તેથી સાધુઓ અનુકૂળતા પ્રમાણે જુદાં જુદાં સ્થળોમાં ચાલ્યા ગયા. મોટી સંખ્યામાં શ્રમણવર્ગ સમુદ્રકિનારાના પ્રદેશોમાં તથા ભારતના પૂર્વ અનને ઇશાન ખૂણા તરફ વિચરવા લાગ્યો, કારણ કે ત્યાં વિશાળ નદીઓના કારણે દુકાળની અસર નહિવત હતી. આ પ્રદેશોમાં રાજ્યક્રાંતિની અસર પણ અલ્પ જ હતી.. વીર નિર્વાણ સં. ૧૫૫ આસપાસમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો. તેના કારણે દેશમાં આંધી-અરાજક્તા વ્યાપી ગઈ. જૈન શ્રમણોના વિહારના કેન્દ્રસ્વરૂપ મગધ દેશની રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશોમાં ભયંકર પરિસ્થિતિ હતી. - આમ... જૈન શ્રમણો વેર-વિખેર બની જતાં આગમોનું પઠન-પાઠન પણ અત્યંત અવ્યવસ્થિત બની ગયું. ઘણા જ્ઞાની ભગવંતો તો સ્વર્ગે પધારી ગયા. શેષ જ્ઞાનીઓનું જ્ઞાન પણ શીર્ણ થઈ જવાની સ્થિતિમાં હતું. છેઆમ, આ બાર વર્ષીય દુકાળના કારણે મુખપાઠ-પદ્ધતિએ ચાલ્યા આવતા જિનાગમોની સ્મૃતિ-શક્તિને મોટો ધક્કો પહોંચ્યો. જ આ પરિસ્થિતિમાંથી શ્રીસંઘને ઉગારી લેવા અને આગમોની સુવ્યવસ્થિત ધારાને આગળ વધારવા... પાટલીપુત્ર (પટણા-બિહાર)માં વીર નિ.સં. ૧૬૦ આસપાસમાં પૂજ્યપાદ શ્રી સ્થૂલભદ્રસ્વામીજીની અધ્યક્ષતામાં શ્રીશ્રમણસંઘ ભેગો થયો. અને જેને જે કાંઈ યાદ હતું તે બધું સાંભળી-સંભળાવીને પૂજ્ય ગીતાર્થ ગુરુભગવંતોની સલાહમુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. આમ... પરમાત્મા શ્રી મહાવીરદેવના શાસન-સંચાલક શ્રીગણધરદેવોએ જે દ્વાદશાંગીની રચના કરી તે આગમોને દુકાળના દુષ્યભાવથી નષ્ટ-પ્રણષ્ટ થતા બચાવી લેવા માટે પટણા (પાટલીપુત્ર-બિહાર)માં શ્રીસ્થૂલભદ્ર સ્વામીજીની અધ્યક્ષતામાં પ્રથમ આગમ વાચના થઈ. તે સમય-કાળ હતો. વીર નિર્વાણ સં. ૧૬૦ની આસપાસ - આ પ્રથમ વાચનાનું નામ “શ્રી દ્વાદશાંગ-શ્રુતસંકલન વાચના' હોવાનું સંભવિત જણાય છે, કેમ કે આ વાચના દરમિયાન અગિયાર અંગો તો વ્યવસ્થિત કરાયા, પરંતુ બારમું અંગ દૃષ્ટિવાદ ત્રુટક પ્રાપ્ત થતું હતું. તેને વ્યવસ્થિત રીતે સંકલિત કરવા માટે શ્રીશ્રમણ સંઘે પૂજ્યપાદ મહાપ્રાણ ધ્યાનમગ્ન આચાર્ય ભગવંત શ્રીભદ્રબાહુ સ્વામીજીનો સંપર્ક કર્યો. ત્યારે પૂજ્ય ભબાહુ સ્વામીજી મહાપ્રાણ નામના ધ્યાનમાં મગ્ન હતા, આથી શ્રી સંઘને આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy