SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના ચાલતા ધ્યાનના માહાભ્યના કારણે આવવાની અસમર્થતા દાખવી ત્યારે શ્રી સંઘે ફરી વિનંતી કરી એટલે સંઘની આજ્ઞા શિરોધાર્ય કરી ભણનાર સાધુઓને પોતાની પાસે બોલાવ્યા. તદ્દનુસાર ૫OOસાધુ ભણનાર અને ૧OOO સાધુ એમની વેયાવચ્ચમાં એમ ૧૫00 સાધુ પૂ.ભદ્રબાહુ સ્વામી પાસે નેપાળમાં પહોંચ્યા, વાચનાઓનો રવૈયો અઅલિત રીતે ચાલવા લાગ્યો, પરંતુ ધીરે ધીરે શ્રીભદ્રબાહુ સ્વામીજી દ્વારા વહેતી વાચના-ધારાના પ્રવાહને અન્ય શ્રમણો પૂર્ણરૂપે ઝીલી ન શક્યા. એક પછી એક મુનિઓ ખરતા ગયા, ખરતા ગયા. એકમાત્ર સ્થૂલભદ્ર સ્વામીજી બચ્યા તેઓ ગુરુ-મુખે વહેતી જિનાગમ-ધારાને ઝીલતા ગયા, ઝીલતા ગયા અને તેઓ ૧૦ પૂર્વ સુધી સૂત્ર-અર્થથી બરાબર ભણ્યા. પરંતુ પછી એક દુર્ઘટના ઘટી. વિષમ કાળનો જ એમાં પ્રભાવ માનવો રહ્યો ને! યક્ષા, યશદિન્ના વગેરે સ્થૂલભદ્રજીની સાત સાધ્વી-બહેનો ભાઈ-મુનિનાં દર્શન કરવા આવી. ગુરુઆજ્ઞા લઈને તે મુનિના ખંડમાં પ્રવેશી, જ્ઞાન-બળથી બહેનોને આવેલી જાણીને સ્થૂલભદ્રજી પહેલાંથી જ સિંહરૂપને ધારણ કરીને બેસી ગયા. સાધ્વી-બહેનો ભાઈ-મુનિના સ્થાને સિંહને જોઈને ગભરાઈ ગઈ, પાછી ફરી અને ગુરુદેવશ્રી ભદ્રબાહુ સ્વામીજીને સિંહની ઘટના જણાવી. ગુરુદેવે જ્ઞાનશક્તિથી સ્થૂલભદ્રજીએ જ સિંહ-રૂપ ધારણ કર્યાનું જાણી લીધું. બહેન સાધ્વીઓને સાંત્વના આપીને પુનઃ ભાઈ-મુનિના દર્શન કાજે મોકલી. વળી, એ જ સ્થાનમાં ભાઈમુનિને જોઈને આનંદિત બનેલી બહેન-સાધ્વીઓ વંદનાદિ કરીને વિદાય થઈ, પણ પછી જયારે સ્થૂલભદ્રજી ગુરુદેવશ્રી ભદ્રબાહુ સ્વામીજી પાસે વાચના લેવા ગયા ત્યારે ગુરુદેવે વાચના આપવાની ના પાડી. કહ્યું કે: “પોતાનું જ્ઞાન-વિદ્યા આ રીતે બહેનોને બતાવવાની તમને વૃત્તિ થઈ તે બતાવે છે કે તમને જ્ઞાન પચ્યું નથી. તમને જ્ઞાનનું અજીર્ણ થયું છે. અહંકારીને જ્ઞાન ન અપાય.’ પછી તો, સ્થૂલભદ્રજીને સ્વ-ભૂલનું ભાન થતાં ભાવપૂર્વક ગુરુચરણોમાં વંદન કરીને ક્ષમાયાચના કરી, પણ સ્થૂલભદ્રજીને વાચના ન આપવા માટે ગુરુદેવ મક્કમ રહ્યા. છેવટે શ્રીસંઘે વિનંતી કરી કે, “ગુરુદેવ! આ રીતે તો આપણું શ્રત... આપણું આગમજ્ઞાન નષ્ટ થઈ જશે. આપ તેમને ક્ષમા કરો.” તેને સ્વીકારીને છેલ્લા ચાર પૂર્વ માત્ર સુત્રથી આપ્યા, પણ અર્થથી તો ન જ આપ્યા. આમ, શ્રીસ્થૂલભદ્રજી સ્વામી સૂત્ર અને અર્થથીઃ દસ પૂર્વધર અને અંતિમ ચાર પૂર્વના માત્ર સૂત્રથી ધારક તરીકે પ્રસિદ્ધ થયા. છે . બીજી આગમ-વાચના: બીજી આગમ-વાચના પ્રભુ-શાસનના પરમ ભક્ત સમ્રાટ સમ્મતિ મહારાજાએ કરાવી. સમ્રાટ સમ્મતિ, જિનકલ્પીના અભ્યાસક પૂ. આ. શ્રી આર્ય મહાગિરિજીના ગુરુ-ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિસૂરિજી મહારાજ દ્વારા પ્રતિબોધિત હતા. તેમના હૃદયમાં પ્રભુશાસનની સેવા કરવાના અદમ્ય મનોરથ રમતા હતા. આ સમ્મતિ રાજાના હૃદયની એ કામના હતી કે પરમોપકારી જિનાગમોની ધારા અવિચ્છિન્ન ચાલ્યા કરે. વળી, મુનિવરો અ-સંગજીવનના આરાધક હોવાથી સતત સમૂહમાં સાથે રહી ન જ શકે તથા રાજ્યોમાં અવાર-નવાર આવતા વિપ્લવોના કારણે મુખપાઠ રીતે જિનાગમોને આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy