SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આથી ગણધરદેવોએ એકાંત હિતકર અને પોતાના-આત્મસ્વરૂપને ઓળખાવનારી જિનવાણીને સૂત્રરૂપે ગૂંથી અને પોતાના શિષ્ય પ્રશિષ્યોની પરંપરામાં તે શ્રુતજ્ઞાનનું ગ્રહણ, ધારણ અને ઉપદેશ આદિ સુગમ કરાવ્યું. આ શિષ્ય-પરંપરામાં થયેલા અન્ય અનેક મહાપુરુષોએ આગમોના વારસાને સાચવવા માટે વિવિધ રૂપે જોરદાર પ્રયત્નો કર્યા છે. પ્રભુની મૂળ વાણીનો રસાસ્વાદ આ મહાપુરુષો નિષ્કારણ કરુણાના મહાસાગર હતા. તેઓના હૃદયમાં પરોપકારની પરમોચ્ચ ભાવનાની ગંગા વહેતી હતી, આથી તેઓએ વિચાર્યું કે, ‘વિષમ દુષમ કાળના પ્રભાવથી જીવોની મેધા, શ્રદ્ધા, ધારણશક્તિ નિરંતર ઘટતી જવાની છે. આ હાસને વિચારતાં ઓછા-વધતા અંશમાં પણ પ્રભુની વાણીના મૂળ ઝરામાંથી “કંઈક” પણ વારસામાં જળવાઈ રહે તેમ કરવું જ રહ્યું.’ આ વિચારોના કારણે તે મહાપુરુષોએ સમયે-સમયે એવા ઉત્તમ સદુપાયો યોજયા કે જેનાથી આજે ૨૫૦૦ વર્ષ બાદ પણ ખુદ શ્રી તીર્થંકર દેવોની મૂળ વાણીનો રસાસ્વાદ માણી શકવા આપણે સભાગી બની શક્યા છીએ. ન હા... તે વાણી પૂર્વે સમુદ્રસમ-પ્રમાણ હતી અને... આજે બિન્દુ પ્રમાણ જ ઉપલબ્ધ છે, પણ છે તો તે મૂળ પ્રભુની ઉચ્ચારેલી અને સંગ્રહિત કરાયેલી જ વાણી. આ પુસ્તિકાનું પ્રયોજના | આ વાત વાચકોના ખ્યાલમાં આવે અને પ્રભુશાસનનો પરમોપકાર સમજાય... હૃદય પ્રભુ પ્રત્યેના સદૂભાવથી ભાવ-વિભોર બને, એ જ સદાશયથી આગમવિશારદ પન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. દ્વારા આ લઘુ પુસ્તિકાનું નિર્માણ કરાયું છે. કયા પ્રસંગે... કેવા સંજોગોમાં... કયા કયા આચાર્યદિવોએ, કઈ રીતે આત્મભોગ આપીને પ્રભુ-શાસનના પ્રાણાધાર તુલ્ય આગમોના મૂળ વારસાને સાચવી રાખ્યો છે? અને વિશિષ્ટ પ્રયત્નો દ્વારા જગ-હિત સાધવાના સતકાર્યમાં કેટલો વેગ આપ્યો છે? આ બધું વ્યવસ્થિત રીતે જણાવવાનો આ પુસ્તિકામાં પ્રયત્ન કરેલ છે. મારી એ હૃદય-ભાવના છે કે પુણ્યવાન વાચકો આ પુસ્તિકાને વાંચી-વિચારીને પૂર્વાચાર્યોએ પોતાના અનુપમ પ્રયત્નો દ્વારા આગમોની અવિચ્છિન્ન-ધારાને વહેતી રાખીને પ્રભુશાસનની જે સુંદર સેવા બજાવી છે તેને સમજીને પોતે પણ પોતાની શક્તિનો આગમ-સેવા કરવા કાજે સદુપયોગ કરે. - ગણધરો દ્વારા આગમ-રચના આપણે સહુ પ્રભુશ્રી મહાવીરદેવના શાસનાનુયાયીઓ છીએ. તે અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પૂર્વે ૨૯ અને વિક્રમ સં. પૂર્વે ૪૯૯ લગભગમાં વૈશાખ સુદ ૧૧ના પુણ્યદિને પરમાત્મા શ્રી મહાવીરદેવે “ઉપનેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા, આ ત્રિપદીનું દાન કર્યું. તેને પામીને પ્રથમ ગણધર શ્રીઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીજી વગેરે અગિયાર ગણધર ભગવંતોએ આગમોની રચના કરી. જે દ્વાદશાંગીરૂપે સુપ્રસિદ્ધ બની. શ્રીવીર પ્રભુએ શ્રીગણધર ભગવંતો ઉપર વાસક્ષેપ-દાન કરીને તે દ્વાદશાંગી ઉપર પોતાની સંમતિની મહોર-છાપ મારી અર્થાત ગણધરોને ગણ-અનુજ્ઞા (શાસન-અનુજ્ઞા) આપી. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy