SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આવું પરમોપકારી અને પતિત-પાવન છેઃ શ્રુતજ્ઞાન. આપણને વારસામાં સહજપણે મળી ગયું છે. આ શ્રુતજ્ઞાન. પણ આપણે એ જાણવું પરમ આવશ્યક છે કે ભૂતકાળમાં આ શ્રુતજ્ઞાનની રક્ષા-સુરક્ષા કરવા માટે પુનિત નામ છે. અને પ્રાતઃ સ્મરણીય મહાપુરુષોએ કેવા ઉદાત્ત અને આદર્શ આત્મભોગ અર્પિત કર્યા છે? તે તે સમયે અને તે તે કાળે આગમોની જાળવણી અને સાચવણી કોણે કોણે કરી? કેવી કેવી રીતે કરી? તે માટે મહાપુરુષોએ કેવા કેવા ભગીરથ પુરુષાર્થ કર્યા? આ બધાની સંક્ષિપ્ત જાણકારી આપવા માટે અહીં નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. પરમ તારક શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં, પ્રભુના નિર્વાણ બાદ એક હજાર વર્ષના ગાળામાં બાર-બાર વર્ષના ભયંકર ચાર-ચાર દુકાળ પડ્યા તેના કારણે અને કાળ-બળના કારણે આગમોની સુરક્ષા કરવાનો અવસર ઊભો થવા પામ્યો ત્યારે મહાપુરુષોએ છ-છ વખત આગમ-વાચનાઓ આપી હતી; આ અંગેની વિગતો આપવાનો પણ આ લઘુપુસ્તિકામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોઇ આગમોના પ્રણેતાઃ પરમાત્મા અનાદિ કાળથી આ આપણો આત્મા સંસારમાં ભટકે છે...તેનું કારણ છે, કર્મોની પરાધીનતા. આ વાતના અજ્ઞાનના કારણે જ આપણો આત્મા અસત પદાર્થોમાં મમતા, બુદ્ધિ કરી રહ્યો છે. આપણે ચાહીએ છીએ... સુખ, શાંતિ અને કલ્યાણ પરંતુ પર-પદાર્થોમાં મમતા-બુદ્ધિના પાપે નિરંતર પામીએ છીએ...દુઃખ, અશાંતિ અને અકલ્યાણ. આપણે પોતે જ અશાંતિ અને દુ:ખના દાવાનળો પ્રગટાવ્યા છે અને તેના દારુણ વિપાકોને સહન કરી રહ્યા છીએ. [ આ વિષચક્રમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. પરમાત્મા, કારણ કે પરમાત્મા તીર્થંકરદેવો જ વાસ્તવિક “આપ્તપુરુષ” છે તેથી તેઓ જ હિતમાર્ગના સાચા અને સંપૂર્ણ જાણકાર છે, માટે તેઓનું માર્ગદર્શન જ હિતકારક બની શકવા માટે સમર્થ છે. પરમ આપ્ત તીર્થંકરદેવો જન્મોજન્મની સાધનાના પ્રતાપે તીર્થકર નામકર્મ બાંધે છે અને નિકાચિત કરે છે. તીર્થકર તરીકેના ભવમાં વિશ્વકલ્યાણકર સુમધુર દેશનાઓનો અવિરત ધોધ વહાવે છે અને ભવ્ય જીવને આત્મસ્વરૂપનું યથાર્થ ભાન કરાવે છે. છે પરંતુ નિષ્કારણબંધુ આવા પરમ પુરુષો સદા કાળ માટે વિદ્યમાન જ રહે તે તો સંભવિત જ નથી અને જ્યારે વિદ્યમાન હોય છે ત્યારે પણ સર્વ ક્ષેત્રના સર્વ પુણ્યાત્માઓ તેમના ઉપદેશનો સમાનરૂપે લાભ લઈ શકતા નથી. છે આગમ-રચનાનું મહત્ત્વ: આવા અનેક દીર્ઘદૃષ્ટિપૂર્વકના હેતુઓ વિચારીને શ્રીગણધર ભગવંતો તીર્થંકર પરમાત્માની વાણીને સૂત્રરૂપે ગૂંથે છે મહત્ત્વની વાત એ છે કે શ્રીગણધર ભગવંતો ગણધર-નામકર્મની લબ્ધિના ધારક હોય છે અને વિશિષ્ટ શક્તિ સંપન્ન હોય છે, તેથી જ પ્રભુવાણીને સૂત્રરૂપે ગૂંથીને જગત સમક્ષ મૂકવા સુસમર્થ હોય છે. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy