________________
(આગમનાં અજવાળાં) લેખક :- પૂ. પં. પ્રવર શ્રી અભયસાગરજી ગણિવર્ય.
આવો છેઃ મહિમા શ્રુતજ્ઞાનનો : શું આપ જીવનમાં સાચું સુખ પામવા લાલાયિત છો? શું આપ જિંદગીને સાચી શાંતિથી મઢી દેવા માંગો છો? હા... તો તે માટે તો કર્મોની જાલિમ કેદમાંથી શાશ્વત છુટકારો મેળવવો જ રહ્યો. શ મળે કર્મોના બંધનમાંથી શાશ્વત મુક્તિ?
તે માટે પહેલાં તો કર્મબંધનાં કારણોની યથાર્થ જાણકારી પામવી પડે. આપ જો મોક્ષમાર્ગના પથિક હો તો આપે કર્મબંધનાં કારણો (આશ્રયસ્થાનો) ને સમજવાં જ રહ્યાં.
પ્રભુ વીતરાગનું શાસન મોક્ષમાર્ગની આરાધના માટે છે અને તે માટે સદ્દગુરુનાં ચરણોમાં બેસવું પડે.
ત્યાં બેસીને શ્રુતજ્ઞાન-ગંગામાં ડૂબકી મારવી પડે. આવા શ્રુતજ્ઞાનના અર્થથી દાતાર છેઃ પરમ તારક શ્રી તીર્થંકરદેવો અને સૂત્રથી તેના ગૂંથનારા છેઃ ગુણનિધાન ગણધર ભગવંતો.
હા.. વિષય (= સન્થ), પ્રમાણ (કોન્ટિટી) અને સ્વરૂપ (-ફોર્મ) આ ત્રણની અપેક્ષાએ કેવળ જ્ઞાનના અનંતમા ભાગે છેઃ શ્રુતજ્ઞાન.
છતાં.. સ્વ અને પરનું કલ્યાણ કરનાર તરીકે તો શ્રુતજ્ઞાન સર્વોત્તમ છે. મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ જ્ઞાન.. આ પાંચેય જ્ઞાનમાં ‘શ્રુતજ્ઞાન,' “સર્વશ્રેષ્ઠ અને ‘સર્વોત્તમ' વિશેષણોથી વિભૂષિત છે.
માટે જ તો કહ્યું છે ને કે.. “ચઉ મૂંગા શ્રત એક છે... સ્વ-પર પ્રકાશક ભાણ.” (અર્થઃ ચાર જ્ઞાન-મતિ, અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ ચાર ‘મૂકે છે અને ‘શ્રુતજ્ઞાન માત્ર એક જ સ્વ અને પર-પ્રકાશક ભાન જેવું હિતકારક છે.)
પરમોપકારીઃ શ્રી શ્રુતજ્ઞાન શ્રી ચતુર્વિધ સંઘની વ્યવસ્થા શ્રતજ્ઞાનની ઉત્પત્તિના આધારે જ થાય છે. જ્ઞાનાચારની મર્યાદાઓનું પરિપાલન કરાવનાર છેઃ શ્રુતજ્ઞાન. આત્માના અનંત ગુણોના આવારક મોહનીય કર્મના આવરણને ભેદવા સુસમર્થ છે: શ્રુતજ્ઞાન.
વિષમ કરાળ કળિકાળમાં પણ જ્ઞાની પુરુષની પુણ્યનિશ્રાને પામીને અનેક આરાધકોપુણ્યાત્માઓ જીવનનું સાફલ્ય સંપ્રાપ્ત કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ છેઃ શ્રુતજ્ઞાન.
આગમની સરગમ