________________
જ
૪].
ગત રવિખ્યાન રસ્થ વાિમ-
[ શ્રીગીતામન્ટના ન્યાસ, થાન ઇત્યાદિ
अद्वैतामृतवर्षिणी भगवतीमष्टादशाध्यायिनीम्
अम्ब स्वामनुसन्दधामि भगवद्वीते भवद्वेषिणीम् ॥१॥ % સ્વરૂપ ભગવાન નારાયણે પોતે અર્જુનને ઉપદેશેલી પ્રાચીન મહામુનિ શ્રોવેદવ્યાસજીએ મહાભારતમાં ગુંથેલી, અદ્વૈતજ્ઞાનામૃતને વર્ષાવનારી, ભગવતી એટલે ઐશ્વર્ય, શક્તિ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યના કારણરૂ૫ અઢાર અધ્યાયવાળી અને (જન્મ મરણને તથા અહંતા-મમતા૨૫) સંસારને ટાળનારી, હે માત! હે ભગવદ ગીતા ! હું તારું ધ્યાન કરું છું.
नमोऽस्तु ते व्यास विशालबुद्ध फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॥२॥ વિશાળ બુદ્ધિવાળા અને ખીલેલા કમળ જેવાં સુંદર નેત્રવાળા હે વ્યાસ ભગવાન ! આપને નમસ્કાર હે. આપે જ મહાભારતરૂપી તેલ પૂરીને આ ગીતાજ્ઞાનરૂપી દીપકને પ્રગટાવ્યો છે.
प्रपन्नपारिजाताय तोत्रवेत्रकपाणये।
शानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥३ શરણુ થનારને કલ્પવૃક્ષની જેમ ઇછિત ફળ આપનાર, હાથમાં ચાબુક ધારણ કરનારા, જ્ઞાનમુદ્રાયુત અને ગીતરૂપી અમૃતનું દહન કરનારા હે શ્રીકૃષ્ણ! આપને નમસ્કાર છે.
सर्वोपनिषदो गाशे दोग्धा गोपालनन्दनः ।।
पार्थो वत्सः सुधीर्मोक्ता दुग्धं गीतामृतं महत् ॥४॥ સર્વ ઉપનિષદ ગાયારૂપ છે તેના દેહનારા ગોપાલનંદન શ્રીકૃષ્ણ ભગવાન છે: અજુનરૂ૫ વત્સ(વાછરડા) છે; બુદ્ધિશાળી પુરુષ તે દૂધના ભકતા(પીનારા) છે અને ગીતા એ મહાન અમૃતરૂપી દૂધ છે
वसुदेवसुतं देवं कश्सचाणरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥५॥ વસુદેવના પુત્ર, દિવ્ય રૂપવાળા, કંસ અને ચાણુર ને નાશ કરનારા અને દેવકીને પરમ આનંદ આપનારા એવા જગલુરુ આત્મસ્વરૂપ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.
भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोपला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला । अश्वत्थामविकर्णधोरमकरा दुर्योधनावर्तिनी
सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः ॥६॥ ભીમ અને દ્રોણરૂપી કિનારાઓવાળી જયદ્રથરૂપી જળવાળી, શકુનીરૂપી નીલ પત્થરવાળી, શલ્યરૂપી અંડવાળી, કપાચાર્યરૂપી પ્રવાહવાળી, કર્ણરૂપી મજાંવાળી, અશ્વત્થામા અને વિકર્ણરૂપી ભયાનક મગરમચ્છવાળો અને દુર્યોધનપી ઘુમરીવાળી એવી યુદ્ધરૂપી નદીને શ્રીકૃષ્ણરૂપી સુકાની વડે જ પાંડવો તરી ગયા;
પાદરાવઃ સોનમર્દ ગીતાનો नानाख्यानककेसरं हरिकथासम्बोधनाबोधितम् ॥ लोके सज़नषट्पदैरहरहः पेपीयमानं मुदा ।
भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वसि नः श्रेयसे ॥७॥ ગીતાના અર્થરૂપ ઉત્કટ સુગંધવાળું, નાના પ્રકારનાં આખ્યાનરૂપી કેસરવાળું, હરીકથાના ઉપદેશ વડે પ્રદલ થયેલું, જગતમાંના સજજનરૂપી ભમરાઓ નિરંતર આનંદપૂર્વક જેના રસનું પાન કરે છે એવું, કળિકાળના પાપને વિનાશ કરનારું અને પરાશરના પુત્ર શ્રી વ્યાસ મુનિના વાણીરૂપી સરોવરમાં ઊગેલું મહાભારતરપી કમળ અમારું સર્વેનું કલ્યાણ કરનારું થાઓ.