________________
૧૩
પત્રકાર : એક વિધાયક પરિબળ
ચીમનભાઈ પટેલ અખબારની અસરકારકતા પાછળનું મુખ્ય મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે રેડિયો જેવું શ્રાવ્ય સાધન આપણી પ્રાચીન શ્રવણપરંપરાનું જ બીજી રીતે અનુસંધાન હોઈ, મધ્યયુગનાં આખ્યાનો, વાર્તાકથાઓમાંથી પ્રગટ થતી એવી મનોરંજકતા મેળવવાનું જ માધ્યમ બની રહ્યું છે. રેડિયો સાંભળનારો જનસમુદાય એની પરથી પ્રસારિત થતા સમાચારોને મુકાબલે વધુ તો મનોરંજનના કાર્યક્રમો જ સાંભળે છે, અને રેડિયોકાર્યક્રમોનું આયોજન કરનારા પણ કદાચ અજાણપણે જ કાર્યક્રમોમાં મનોરંજનનું તત્ત્વ જ વિશેષ મૂકી આપે છે.
શ્રવણની આ પરંપરા સામે આપણે ત્યાં જેનું ચલણ ઓછું હતું એ લખાણનું મૂલ્ય મનોવૈજ્ઞાનિક રીતે ઘણું વધારે છે. ‘લખ્યું વંચાય' એ વ્યવહાર સૂત્રે લખેલાં કે છાપેલાં લખાણોનું ગાંભીર્ય ઘણું વધારી દીધું છે અને એટલે લખાણને છાપનારાં અખબારોનું જનસમાજ પર ઘણું વર્ચસ્વ છે.
વળી, આધુનિક યુગની વિચારસરણી અનુસાર લોકશાહીમાં ચાર સત્તાઓનો મહિમા થયેલો છે. રાજ્યનો વહીવટ કરતી કારોબારી, એ કારોબારી જેમાંથી રચાય છે એ વિધાનસભા અને ન્યાયાલય – આ ત્રણ સંસ્થાઓ રાજ્ય સાથે સંકળાયેલી છે, જ્યારે ચોથી પ્રેસની– અખબારોની સ્વતંત્ર રીતે ઉદ્ભવેલી છે. અખબારોએ આરંભથી લોકહિતની જે કામગીરી બજાવી છે અને રાજસત્તા કંઈ ખોટું કરતી હોય, નિષ્ક્રિયતા સેવતી હોય તો એ સામે લોકોનો અવાજ રજૂ કરીને પોતે એક સત્તા છે એમ સ્થાપિત
કર્યું છે.
આપણા દેશ પૂરતો વિચાર કરીએ તો ૧૯૮૦ના જાન્યુઆરીમાં પ્રેસના ઉદ્ભવને બે શતાબ્દી થઈ છે. પ્રેસનો આરંભ અંગ્રેજોએ કર્યો હતો. ભારતમાં બ્રિટિશ રાજ હતું, એટલે ત્યાંથી આવેલા અંગ્રેજોએ અન્ય આધુનિક ક્ષેત્રોમાં જેમ કામગીરીનો આરંભ કર્યો હતો એમ પ્રેસનો પણ આરંભ કર્યો હતો. વ્યાપક રીતે જોઈએ તો અંગ્રેજો એમની સત્તા ટકાવી રાખવાનું હિત ધરાવે, એમના દ્વારા ચાલતાં પ્રેસ પણ સત્તાના ટેકામાં રહે, પરંતુ આ સ્થાનિક હિતની સામે, બ્રિટનમાં પ્રેસ ચોથી સત્તા તરીકે વિધાયક કામગીરી બજાવીને સ્થાપિત થયું હતું, આથી એ આચારધોરણને વશ વર્તીને એ છાપાં સરકારની પણ ટીકા કરતાં હતાં.
સન ૧૮૨૩માં કલકત્તા જર્નલ'ના માલિક અને તંત્રી સિલ્ક બકિંગહામે