________________
પત્રકારત્વનો લોકપ્રભાવ એ ૮૧
દિશા આપે છે ખરાં ? સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાંનાં અખબારો આ ધ્યેયને વરેલાં હતાં અને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાની નેમ એમણે જાળવી રાખી હતી. પરંતુ આઝાદી પછીનું પત્રકારત્વ લોક-ઘડતરનું પ્રભાવક બળ બની શક્યું નથી ! લોભ, લાલચ, અને ધનલાલસાએ આઝાદી પછીનાં અખબારોને તટસ્થ અને લોકકલ્યાણલક્ષી રહેવા દીધાં નથી.
The power of press -41441 udll 27S BLE SCHI S. P. Thiaya Rajan sa E 24H “The raw material of Journalism is the public mind and the practice of the art is constant excercise in mob psychology. Looking on modern newspapers as a whole, one finds that they are based on the acute distortion of values. True it is that the idea of newspapers as guides of public opinion had really long ceased to be true to the facts, they are symbols rather than guides and men read them to find grounds for their established convictions, or even prejudices.”
લોકસંપર્ક અને લોકશિક્ષણના આ અત્યંત પ્રભાવશાળી માધ્યમ પાસે, લોકમતને ઘડનારા આ સ્વયં નિર્વાચિત્ પ્રતિનિધિઓ પાસેથી એ આશા રાખીએ કે લોકધર્મ પ્રત્યે આંખમીંચામણાં કે ચેડાં કરવાને બદલે લોકોન્નતિનાં અગ્રદૂત બની રહે.
લોકોની નિયમરહિત દરમિયાનગીરીઓ અટકાવવાનો ઉપાય જ એ છે કે જાહેર પત્રોની નીકો દ્વારા એમને એમની પોતાની બાબતોની પૂર્ણ માહિતી આપવી અને એવી વ્યવસ્થા યોજવી જેથી આ પત્રો સારાયે લોકસમૂહમાં પ્રસરી જઈ શકે. લોકમત એ આપણા શાસનનો પાયો હોવાથી એ મત સમ્યક રીતે ઘડવો એ આપણો પ્રમુખ હેતુ રહેવો જોઈએ; અને વર્તમાનપત્રો ન હોય પણ સરકાર હોય અને સરકાર ન હોય પણ વર્તમાનપત્રો હોય, એ બેમાંથી શાની પસંદગી કરવી એનો નિર્ણય કરવાનું જો મને સોંપવામાં આવે તો હું બેધડક સરકાર ન હોય પણ વર્તમાનપત્રો હોય એ પરિસ્થિતિ પસંદ કરું. પણ મારા કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક વ્યક્તિને આ પત્રો મળવા જોઈએ અને એ વાંચવાને એ શક્તિમાન હોવો જોઈએ.”
– થોમસ જેફરસન (અમેરિકાના પ્રમુખ)