________________
૮૦ | પત્રકાર : એક વિધાયક પરિબળ ઇન્ડિયા’ અને ‘હરિજનબંધુ'માં પ્રગટ થયેલા લેખોએ લોકોમાં નવા વિચારોના વાવેતરનું અને લોકજાગૃતિની મશાલ પ્રગટાવવાનું અદ્ભુત કાર્ય કરી દેખાડ્યું. રાજા રામમોહનરાય કે નર્મદ જેવા સમાજસુધારકોએ પણ પોતાનો સુધારાવાદી દૃષ્ટિકોણ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારત્વનો જ આશ્રય લીધો હતો. અને ફ્રાંસમાં ક્રાન્તિનાં પ્રેરક બળ વોત્તેર તથા રૂસોના લેખો જ બન્યા હતા. લોકરુચિના ઘડતરમાં સફળ પત્રકારની જોશીલી કલમ ચેતનાની ચિનગારી પ્રગટાવે છે. અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી કે ઝવેરચંદ મેઘાણીની ભાષામાં રહેલું જોય લોકરુચિ-ઘડતરમાં અત્યંત વિધાયક સિદ્ધ થયું હતું.
આજનાં અખબારો વિશાળ વાચકવર્ગ ધરાવતાં થયાં છે, એનું એક કારણ અખબારોમાં અપાતી લોકોના મનને સમૃદ્ધ કરનારી જ્ઞાન-માહિતી-પ્રધાન પૂરક સામગ્રી પણ છે. સમાચાર-પત્રોનો જન્મ મૂળ તો સમાચારો આપવા માટે જ થયો હતો, પણ આજનાં અખબારો માત્ર સમાચારો આપવાનું જ નહીં, વિવિધ વિષયોને એકસાથે સમાવી “ગાગરમાં સાગર' ભરવાની ઉક્તિ સાર્થક કરી રહ્યાં છે. સમાચારપત્રોમાં આજે જ્ઞાન, વિજ્ઞાન, જ્યોતિષ, રાજકારણ, અર્થકારણ, રમત-ગમત, સામાજિક પ્રશ્નો, બાળકો, યુવાનો તથા સ્ત્રીઓ માટેની કૉલમ, સાહિત્ય, ધર્મ, ચિંતન અને મનનનો સમાવેશ કરતા અભ્યાસલેખો વગેરે અનેકવિધ સામગ્રીનો સમાવેશ થાય છે. આમ આજનું અખબાર જ્ઞાન-વિજ્ઞાનની મંજૂષા પણ બન્યું છે. સામયિકોના ખાસ વિષયો અખબારે પોતાનામાં સમાવી લીધા છે. રમત-ગમતના મૅગેઝિનમાં રમતગમતની માહિતી હોય ! પણ આ માહિતીનેય અખબારી કૉલમ પોતાનામાં સમાવી લઈને ઘેર બેઠે ગંગાનો લાભ આપે છે.
( પત્રકારત્વ લોકોને સ્પર્શતું પ્રબળ માધ્યમ હોવાને કારણે પત્રકારે લેખના વિષયની પસંદગી અને ભાષા-શૈલીનો પણ ખ્યાલ રાખવો પડે છે. સેન્સેશનલ ન્યૂઝમાં રસ ધરાવતાં છાપાં ભાષાના લોકપ્રભાવ પરત્વે બેદરકાર હોય છે ! અખબારની ભાષા કે શૈલીમાં અખબારનું પોત પ્રગટ થતું હોય છે. દા.ત. મહારાષ્ટ્ર કોંગ્રેસના એક અગ્રણી બ્રિજલાલ વર્માએ રાજીનામું આપ્યું, ત્યારે એક અખબારે શીર્ષક બાંધ્યું હતું : “કોંગ્રેસના કબૂતરખાનામાં પેઠેલો ફડફડાટ!” ચૂંટણીમાં ‘શામળભાઈ હાર્યા' લખવાને બદલે ‘શામળભાઈ ઊથલી પડ્યા' જેવા શબ્દોનો પ્રયોગ લોકોને રૂચિકર લાગતો નથી !
પત્રકાર શકુનિ પણ બની શકે છે અને યુધિષ્ઠિર પણ ! પરંતુ સાચા પત્રકારત્વની નેમ કેવળ અર્થપ્રાપ્તિ હોઈ શકે નહીં ! અર્થોપાર્જનની વૃત્તિથી પ્રેરિત થઈ “પીળા પત્રકારત્વ' દ્વારા લોકોની વાસનાવૃત્તિને ગલીપચી કરવી એ ગંગાજળને ઉકરડે પધરાવવાની પ્રવૃત્તિ છે, એનો ઇનકાર ભાગ્યે જ કોઈ કરી શકે ! અતિશયોક્તિભર્યા, બિનપાયેદાર કે કપોળકલ્પિત ઘેરા રંગોવાળા સમાચારોનો લોકોના મન પર લુષિત પ્રભાવ પડે છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું અખબારો લોકમત-ઘડતરને યોગ્ય