SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રકાર : એક વિધાયક પરિબળ _ ૮૩ : સરકારી તંત્રની અને અમલદારોની ટીકા કરી હતી, એને લીધે ગવર્નર જનરલે એમને હિંદ છોડી ઇંગ્લેન્ડ ચાલ્યા જવાનો હુકમ ફરમાવ્યો હતો. ભવિષ્યમાં કોઈ છાપું કોઈ એવી ટીકા ન કરી શકે એટલા માટે ઑર્ડિનન્સ બહાર પાડી પ્રસસ્વાતંત્ર્ય પર કાપ મૂક્યો હતો. એ સામે બકિંગહામે સુપ્રિમ કોર્ટમાં દાદ માગી હતી અને પ્રેસનું સ્વાતંત્ર્ય ન જોખમાવું જોઈએ એવી માગણી એ સમયના બંગાળના આગેવાન નાગરિકોએ કરી હતી, જેમાં રાજા રામમોહન રાય અને દ્વારકાનાથ ટાગોર મુખ્ય હતા. જોકે ગવર્નર જનરલનો હાથ ઉપર રાખવા એ વખતે એ કાયદો ઉથાપ્યો ન હતો, પરંતુ સન ૧૮૩૬માં પ્રેસની સ્વતંત્રતા માન્ય રખાઈ હતી અને કાયદો સુધાર્યો હતો. આમ પ્રેસની સ્વતંત્રતા અને સત્તા બ્રિટિશ કાળમાં માન્ય રખાઈ હતી. ખુદ અંગ્રેજ તંત્રી અને માલિકોએ એ કેડી પાડી હતી. એ પછી ભારતીય તંત્રીઓ અને માલિકોએ એ માર્ગને અનુસરીને, અખબારો વિધાયક બળ છે એવો ઇતિહાસ સર્જેલો છે. આઝાદીની લડતને સાથ આપવાનું કામ કરીને પ્રેસે મુખ્ય વિધાયક ફાળો આપેલો છે. એ વખતે છાપાં ચલાવવામાં એ આર્થિક રીતે લાભદાયી ન હતું. મિશનરી ભાવનાથી એ હાથ ઉપર લેવાની મોટા ભાગનાં પ્રેસોએ હામ ભીડી હતી. માતૃભાષામાં છાપાંનો ફેલાવો એટલો બધો ઓછો હતો કે એ દુ:સાહસ ગણાતું હતું. ગુજરાતમાં પ્રથમ દૈનિક “સંદેશ' પ્રગટ થયું. એ અગાઉ સાપ્તાહિકોનો યુગ હતો. આમ, ભારતના પ્રેસને આરંભથી દેશના સંજોગોને લીધે એક વિધાયક કામગીરીમાં જોતરાવાનું સહજ રીતે પ્રાપ્ત થયું હતું, અને એ કામને એક રાષ્ટ્રીય ભાવના લેખે ઉપાડી લેવામાં છાપાંઓએ ગૌરવ માન્યું હતું એ માટે આર્થિક રીતે અને રાજસત્તા દ્વારા જ વેઠવું પડે એ હસતે મોંએ સહેવામાં એમણે પોતાનો ધર્મ માન્યો હતો. આમ, પ્રેસનો ઇતિહાસ આઝાદી સુધી વિધાયક પ્રકારનો રહ્યો હતો અને તેણે લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ અને ભાવના સીંચવામાં એક શક્તિશાળી બળની ગરજ સારી હતી. આઝાદી પૂર્વે પ્રેસને વિધાયક પરિબળ બનાવવામાં મિશનરી જુસ્સાવાળા તંત્રી અને માલિકોની જેમ એવા જ ઉમદા આદર્શો ધરાવતા પત્રકારોનો પણ ફાળો હતો. પ્રેસ એક તંત્ર તરીકે અને પત્રકારો એના પૂર્જા તરીકે આવી વિધાયક કામગીરી બજાવવા કટિબદ્ધ હોય તો જ આ ચોથી સત્તા પોતાની સાચી શક્તિમત્તા દાખવી શકે. કોઈ પણ દેશના પ્રજાજનોનાં માનસ સામાજિક પરંપરા, આર્થિક ઢાંચો, ધાર્મિક સંસ્કારો એ બધાથી એક યા બીજા પ્રકારે conditioned થયેલાં હોય છે. કોઈ પણ નવા વિચારનો, નવા આયોજનનો સામાન્ય રીતે રૂઢિરક્ષક બહુજનસમાજ ,
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy