________________
૭૦
| પત્રકાર : એક વિધાયક પરિબળ
સિવાય એમાં ક્રિયાશીલ પત્રકારની હસ્તી હોય એવું મને લાગતું નથી.
ક્રિયાશીલ અશ્વો ત્રણ પ્રકારના હોય છે. એક ચાબુક મારતાં જ કૂદકો મારી ભાગે છે. બીજો માત્ર ચાબુકના વીંઝાવાથી દોડતો થઈ જાય છે, જ્યારે ત્રીજો તો ચાબુક પડેલો જોઈને સતત ભાગતો જ રહે છે. આજના પત્રકારની હેતુવિહોણી દોડક્રિયાશીલતા' ત્રીજા પ્રકારની છે એવું જણાવતાં રુધિર વહેતા ઘાવ સમી વેદના અનુભવી શકું છું.
આ બધી ચૂડ-બંધનોમાંથી પત્રકારને બહાર કાઢવા – હેતુલક્ષી આદર્શની કેડી ઉપર એને મૂકવા, પ્રથમ ક્રિયાશીલ પત્રકારત્વના અને પછી મુક્ત પત્રકારત્વના એના કર્તવ્યની સભાનતા લાવવા – એને મુક્ત કરવો પડશે. આ દીક્ષા દેવા વ્યવહારુ ને વાસ્તવિકતાપરસ્ત શાણપણ કે રાજકારણની પકડમાંથી પણ એને બહાર લાવવો પડશે.
આ માટે પત્રકારે ભોગ પણ આપવો પડશે. કોઈ જાતના આદર્શ વિનાની કેવળ “ખિસ્સા ભરવાનો હેતુ ધારણ કરી, આગેવાન થઈને ચાલતી માલિકોની પેઢીને નિર્મળ કરવી પડશે, જરૂર પડે તો લોહી રેડવું પડશે. પરસ્પર માટે સમર્પણ ને ત્યાગની તમન્ના કેળવવી પડશે. દંભની દુનિયામાંથી પોષીને કેળવેલા અહમને ઓગાળવો પડશે. આ તો શરૂઆતનો માત્ર પૂર્વ ભાગ જ હશે. મજલ તો ઘણી ઘણી લાંબી છે.
અખબારી જગતમાં બે પાત્રો મહત્ત્વનાં કામ બજાવે છે અને બજાવી શકશે અને મોટે ભાગે એ લોકોને અત્રે ચર્ચિત અવરોધક પરિબળોનો સામનો કદાચ સીધો કરવો પડતો નથી.
આ બે મહત્ત્વનાં અંગો છે : હ્યુમરિસ્ટો – હળવી હાસ્યકટાર – લેખકો અને કટાક્ષચિત્રકારો – કાર્ટૂનિસ્ટો. વધુ ચર્ચા કર્યા વગર એમને માટે રહેલા મોકળા મેદાનની ઈર્ષ્યાજનક ઉપયોગિતાનો ઉપયોગ એઓ કરતા રહે એટલું જ.