________________
પત્રકારની ક્રિયાશીલતા U ૧૯
પ્રશ્નો સંદર્ભ વગરના થઈ ગયા છે.
પોતાનું પાયાનું કામ સત્ય જોવાનું ને દેખાડવાનું છે, એ પત્રકાર જોતો જ નથી. એટલે દેખાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આમ આજે પત્રકાર પત્રકાર તરીકે જીવતો નથી.
એ માત્ર દબાણો, લાચારી કે પ્રલોભનો વચ્ચે નિરાંતે જીવવા ટેવાઈ ગયો છે - મોટે ભાગે એ પત્રકાર તરીકે મરી ચૂક્યો છે. આજની અમારી આ દશા શ્રી હસમુખ પાઠકની મૃત્યુ' શીર્ષકધારી એક કવિતામાં આબાદ ફુટ થઈ છે :
“ચોકની વચ્ચે પડેલા એક ઉંદરના મરેલા દેહ પર તિણા ઉઝરડા નહોરના આ જ ઠંડા પહોરના હું જોઉં છું હું જોઉં છું હું જોઉં પણ હું જોતો નથી. મારી નજર તો સાવ ખાલી આંખ મારી કાચનો કટકો મારા હૃદયના ક્યાંય ના ખટકો જોયા છતાં હું કાળજે કંપે નહીં.
બસ કરું જંપું અહીં.” આમ પત્રકાર તરીકે નહીં જીવતા પત્રકારના જીવનમાં અવરોધો કે પડકારનોય અવકાશ નથી. વિવિધ પ્રકારનાં સ્થાપિત હિર્તાની પકડમાં ને એના રાજકારણમાં અટવાઈ રહેવાનું કે એમાંથી પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાની રોટલી શેકતા રહેવા