________________
૧૮
| પત્રકાર : એક વિધાયક પરિબળ
અને હેતુલક્ષી ક્ષેત્રમાં પગ મૂકી રહ્યો છું.
પોણા બે દાયકાના પત્રકારત્વના અનુભવ પછી આજે હું બેફિકરપણે એવું કહેવાની સ્થિતિમાં નથી કે મારી કલ્પના અને હકીકતને નિકટનો સંબંધ છે જ.
ક્રિયાશીલ પત્રકાર-ActiveJournalist-નું પાયાનું કામ સત્યની શોધ કરીને એને ઉઘાડું પાડવાનું છે, એમ હું સમજું છું. આજનો પત્રકાર આ કામ મહદ્ અંશે કરતો નથી, કાં એ કરી શકતો નથી કે પછી જે પરિબળો વચ્ચે એ ઘેરાયેલો છે એ આ કાર્ય એને કરવા દેતાં નથી.
એનું કારણ શું? કારણ એટલું જ કે પત્રકારે સત્ય શોધીને એના આખરી માલિક-વાચક-સમાજ કે રાષ્ટ્ર સમક્ષ એ અર્પણ કરવાનું છે. આ વાત એ ભૂલી ગયો છે. કદાચ આજે એને એની ખબર જ રહી નથી. નથી એને સત્યની ખબર કે નથી એનો માલિક કોણ છે એની ખબર.
એ આજે કોને પોતાનો માલિક સમજી રહ્યો છે ? કાં તો છાપું ચલાવતી પેઢી કે કંપનીના માલિકને. કાં તો છાપાના આર્થિક પાસાને સભર રાખતા સ્તંભો જેવા કે વિજ્ઞાપનદાતાઓ કે સરકારને એ પોતાના માલિકો સમજે છે. આમ ન હોય ત્યાં એ પોતાનું દિશાભાન ખોઈને, આદર્શની ભ્રાંતિમાં નાંખનારા કોઈ રાજકીય કે સત્તાખોરના ઇરાદા પોષવાનું સાધન બનીને કોઈક અદશ્ય માલિકની સેવામાં રચ્યોપચ્યો રહે છે,
પરિણામે બહુજનસમાજ - જે સત્યશોધક પત્રકારનો મૂળ માલિક છે - એને એ - પોતાનું કર્તવ્ય કરતી વખતે મધેનજર રાખતો નથી. અને એટલે જ સત્ય શોધવાનું
પોતાનું મૂળ કાર્ય છે એમ યાદ રાખવાની અને જરૂર લાગતી નથી. આમ દિશાશ્રુત થયેલો આજનો પત્રકાર એનાથી જોજનો દૂર ફેંકાઈ ગયો છે.
આ પત્રકાર કાર્યશીલ રહે નહીં એ ખાસ જોવા ઉપર જણાવેલાં પરિબળો સતત સક્રિય રહે છે. બની બેઠેલા માલિકોનો મૂળ હેતુ સત્યસ્ફોટન નથી, પણ સ્વાર્થસિદ્ધિ છે. પત્રકારને આ વાતની સરત રહી નથી. એટલે અભાનપણે આભાસી માલિકોના ઋણમાં રહીને એ અક્રિયાશીલ' પત્રકારત્વમાં આવી રહ્યો છે.
એટલે, સત્ય શું? કોનું સત્ય ? કોની આંખે જોયેલું સત્ય ? કોને ખાતર શોધેલું સત્ય ? અને એનું પત્રકારના હેતુલક્ષી અને મૂલ્યપરસ્ત જીવનમાં સ્થાન શું? આ બધા