________________
ગુજરાતી અખબારોમાં કટાક્ષ-કવિતા
3 નાથાલાલ દવે
આપણાં અખબારોમાં વિવિધ વિષયો પર અનેક પ્રકારની કટારો લખાય છે. બાળકોની ફૂલવાડી, યુવાનો માટે ક્રિકેટ, આરોગ્ય, સાહિત્ય, નાટક, સંગીત, સિનેમા, કાયદા, ઊર્ધ્વ ચેતના, ગાયત્રી ઉપાસના, ભૂતપ્રેત, પુનર્જન્મ – આવા અસંખ્ય વિષયો પર કટારો પ્રગટ થાય છે ને વાચકો એનો આનંદ માણે છે. એમાં કોઈ કોઈ વાર ચમકી જતી કટાક્ષ-કવિતા વિશે હું બે શબ્દો કહીશ.
ગુજરાતમાં કવિતારસિક વાચકોનો પણ એક વર્ગ છે. કોઈ ઉત્તમ અધ્યાપક કે શિક્ષકે રસ લગાડ્યો હોય અને એ વરસોથી જળવાઈ રહ્યો હોય એવા વાચકો પણ છે. તેઓ છાપામાં કવિતા જોઈને આનંદ પામે છે, ન જુએ તો નિરાશ થાય છે.
મોણ વગરની રોટલી રસા વગરનું શાક,
એમ કવિતા વગરનું છાપું એ જોતાં જ લાગે થાક.” ગુજરાત સમાચાર'માં વરસો સુધી સ્વ. રમણભાઈ ભટ્ટની “નારદવાણી' પ્રગટ થતી. “જન્મભૂમિ'માં કરસનદાસ માણેક “વૈશંપાયનની વાણી' લખતા
“જામ છે, જામ છે, જામ છે, મારું નામ નવા નગરનો જામ છે. વિલાતે બેસીને કોંગ્રેસનું વાટવું,
આજ કાલ એ મારું કામ છે.” સ્વ. વેણીભાઈ પુરોહિત નિવૃત્ત થયા ત્યાં સુધી “આખા ભગતના પપ્પા” પીરસતા રહેતા. સ્વ. મેઘાણીભાઈ “સાંબેલાના સૂર' ઉપરાંત હાસ્યકાવ્યોના પણ સરસ પ્રયોગો કરતા. સુભાષબાબુ ૧૯૩૭માં કૉંગ્રેસ પ્રમુખ તરીકે બ્રિટિશ સરકારને અલ્ટિમેટમ આપવા ઉતાવળા થતા હતા ત્યારે મેઘાણીભાઈએ બંગાળી ભાષામાં જ એમની ગમ્મત કરી હતી. “આમાદેર બાંગ્લાદેશર એકટિ આ છે કાર્જકરમ,
દિયે દાઓ અલ્ટિમેટમ, આમાદેર કુંજેભોરા કોકિલ ડાકે અલ્ટિમેટમ,
આમાદેર ગર્દભેરા દાંડાય ભંકે અલ્ટિમેટમ.” હાસ્યકટાક્ષની ઑલમો નિયમિત વંચાય છે. શ્રી બકુલ ત્રિપાઠી, શ્રી વિનોદ