________________
O ૪૯
ગુજરાતી અખબારોમાં કટાક્ષ-કવિતા ભટ્ટ, શ્રી દેવેન્દ્રભાઈ ઓઝા(વનમાળી વાંકો)ની માર્મિક હાસ્યમજાકો, શ્રી નિરંજન ત્રિવેદી, શ્રી રતિલાલ અનિલ, શ્રી રતિલાલ બોરીસાગર વગેરેના કટાક્ષલેખો વાચકો અનિવાર્યપણે વાંચે છે. કારણ કે હાસ્ય એ સર્વોત્તમ ઔષધ છે. ગદ્યલેખો જેમ વંચાય છે એમ હળવી પ્રાસંગિક હાસ્યકવિતા પણ ખૂબ વંચાય છે. અખબારોમાં કોઈ મુક્તક, કોઈ છપ્પો, કોઈ ગઝલની બે કડી ચમકે છે ત્યારે વાચકોની આંખોમાં આનંદ પ્રગટે છે.
શ્રી ચકોરનાં કાર્ટૂનોની પેઠે કટાક્ષકવિતા મિતાક્ષરી હોવા છતાં ઘણું કહી જાય છે. આખા અગ્રલેખ જેટલી વાત ચાર પંક્તિના મુક્તકમાં સમાવી શકાય છે— “લૂંટે કોઈ છાતી સામે બરછી બંદૂક તાકી, એ તો જૂના જમાનાના જૂનવાણી કિસ્સા. બજેટ તો આધુનિક પિસ્તોલ ઑટોમેટિક, બારે માસ મારા ખંખેરતા રહે ખિસ્સા.' અથવા તો જુઓ આ નાના કાવ્યનો મર્મ
જયતે’
છે.
‘સત્યમેવ સરસ મુદ્રાલેખ ઑફિસ કેરી ભીંત પર ખુરશી કેરી પીઠ પર શોભી રહે છે બરાબર. ગોઠવી તો ઠીક દીધો છે
પણ કદિ વિચાર કીધો છે ?
‘સત્ય
જો
જીતશે
આપનું શું
થશે ?’
કવિતા
આ નાની સરખી વાત “આ છેડે વિદ્યુત જેવી છે ઓ છેડે ઊભા ઉત્સુક એના ચાહક, તો કાવ્ય ભાવુક સુધી કાં ના પહોંચે ? વચ્ચે વિવેચક ખડા મંદવાહક.”
અથવા તો વિવેચક વિશે
અંગ્રેજીમાં પ્રાસંગિક હાસ્ય-કવિતા અદ્ભુત વિકાસ પામી છે. “ધ સ્ટેટ્સમૅન”માં સેગિટેરસ ઉપનામે એક મહિલાએ ૪૦ વરસ એકધારાં ઉત્તમ કટાક્ષકાવ્યો આપેલાં.