________________
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન O ૪૭
આપે છે, પ્રાસંગિક લેખો આપે છે, રાજકારણના પ્રવાહોની નોંધ આપે છે, શિક્ષણને લગતા, સમાજજીવનને લગતા વિભાગો આપે છે, એ સારી વાત છે, પણ સમાચારના ભોગે એ બધું થશે તો દૈનિકપત્રનો પ્રાણ હણાયા વિના રહેવાનો નથી..
અને છેલ્લે, રાષ્ટ્રપિતા ગાંધીજીએ અખબારો અંગે ઉલ્લેખ કરતાં એક વાત લખેલી એ યાદ આવે છે. એમણે લખેલું : “જે સમાચારની સત્યતાની ચકાસણી શક્ય ન હોય એવા સમાચાર છાપવા કરતાં ન છાપવા બહેતર છે.” વૃત્તાંતનિવેદનના ક્ષેત્રે જેટલી તટસ્થતા જળવાશે, અંગત હિત કરતાં જાહેર હિતને લક્ષમાં રખાશે, લોંકપ્રિયતાને બદલે, સિદ્ધાંતપ્રિયતાને પ્રાધાન્ય અપાશે, વિગતો પૂર્વગ્રહ કે પક્ષપાત વિના ૨જૂ થશે, અને કોઈની પણ શેહ-શરમની અસરમાં આવ્યા વિના સત્યની ૨જૂઆત થશે એટલી જ સમાજની સેવા થશે, પત્રનું પોતાનું પણ એક આગવું પોત – આગવું વ્યક્તિત્વ પ્રગટ થશે.
આપણા સુશિક્ષિતોએ વૃત્તવિવેચનને એક ગંભીર અને પવિત્ર વ્યવસાય બનાવવી જોઈએ... જો આપણા ગણ્યાગાંઠ્યા પણ સમર્થ લેખકો આ વ્યવસાયને પવિત્ર વ્યવસાય કરી મૂકે તો આપણાં વર્તમાનપત્રોને એમની યોગ્ય પ્રતિષ્ઠા મળે. જે એ વ્યવસાયમાં પડેલા છે એમણે ધંધો, કમાવાનો ધંધો કરી મૂકેલો છે; જેનામાં શક્તિ છે અને પ્રતિભા છે એમનો મુખ્ય વ્યવસાય બીજો છે. શ્રી રામનારાયણ પાઠક જેવા પોતાના સ્વૈરવિહારનો એક એક કટકો કોઈ ખાસ દૈનિક કે સાપ્તાહિકમાં આપતા થાય, ગગનવિહારી મહેતા જેવા પોતાની અવળવાણીનો લાભ નિત્ય નિયમિત રીતે આપતા જાય – જેમ રોબર્ટ લિન્ડ (“વાઈ. વાઈ.”) ન્યૂસ્ટેટ્સમેન અને નેશનને આપે છે – જો કાકાસાહેબ અને કિશોરલાલભાઈ જેવા સમર્થ વિચારકોનો થોડો સમય પણ વૃત્તવિવેચનને પણ મળતો જાય, જો ગૂજરાત વિદ્યાપીઠમાંથી પાકેલા ઉમાશંકર જોષી, સોમાભાઈ ભાવસાર, શ્રીધરાણી જેવા નિત્ય પ્રગતિવંત કવિઓ અને બીજા પોતાની કવિત્વશક્તિનો ગામડાંની સેવાર્થે ઉપયોગ કરી આપણાં દૈનિકોને અને સાપ્તાહિકો એનો લાભ આપતાં જાય, અને ગામડામાં ફામ કરી રહેલાઓની પાસે આપણે લેખો મેળવતા જઈએ તો આપણાં વર્તમાનપત્રો વધારે વૈવિધ્ય અને સમૃદ્ધિ મેળવશે, અને ચિરંજીવી નહીં તો ક્ષણજીવી પણ સુવાચ્ય સાહિત્ય આપણે ગુજરાતી જગતને ઔપી શકીશું.
– મહાદેવભાઈ દેસાઈ
(ગુજરાત સાહિત્ય પરિષદનું બારમું અધિવેશનપત્રકારત્વ-વિભાગના પ્રમુખ તરીકે આપેલા વક્તવ્યમાંથી)