________________
૩૪ | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું અને ભભક, ત્યાંના તળપદા શબ્દો અને વાક્યપ્રયોગો વગેરેનું પ્રદાન કર્યું. એમાં વિચાર કરતાં શબ્દાળુતા વિશેષ હતી. ગાંધીજીના પ્રભાવને કારણે સાદી, સરળ છતાં સચોટ ભાષાનું ચલણ વધવા માંડ્યું. એમણે સાચી જોડણીનો આગ્રહ રાખી જોડણીકોષ તૈયાર કરાવ્યો. એમના સાદા, અનાડંબરી, ટૂંકાં વાક્યોમાં વિચારની સ્પષ્ટતા આવી. નવા નવા શબ્દપ્રયોગો થવા માંડ્યા. શ્રી ઇન્દ્રવદન ઠાકોરનો સરળ ભાષા માટેનો આગ્રહ એવો હતો કે અખબારની ભાષા સાહિત્યિક નહીં, પણ સામાન્ય વાચકને સરળતાથી સમજાય એવી હોવી જોઈએ.
આરંભકાળે સમાચાર એજન્સીઓ કે ખબરપત્રીઓ ન હતાં. તેથી “મુંબઈ સમાચારે' એના વાચકોને સમાચારો મોકલી આપવા વિનંતી કરી હતી. વળી, તત્કાલીન ગુજરાતી પત્રોમાં અંગ્રેજી વિભાગ પણ આવતો હતો.
સરકારી નિયંત્રણો : આંતરિક કટોકટી દરમ્યાન આપણને સેન્સરશિપ અને અખબારી સ્વાતંત્ર્યની ગૂંગળામણનો કડવો અનુભવ થયો હતો. સીધેસીધી સેન્સરશિપ લાદ્યા વિના પણ સરકારી દબાણથી અખબારી સ્વાતંત્રમાં કેવા અવરોધો પેદા થાય છે એ આપણને વિદિત છે.
બ્રિટિશ શાસન દરમ્યાન તો શાસકોની નીતિ અને પ્રજાની આકાંક્ષા વચ્ચે ઉત્તર-દક્ષિણ જેટલું અંતર હોવાથી સતત ઘર્ષણ ચાલતું હતું. સ્વતંત્રતા પૂર્વે વિવિધ ધારાઓથી અખબારો પર નિયંત્રણો લાદવામાં આવતાં હતાં. એમાં રવિવારે અખબાર પ્રગટ કરવું નહીં, સરકારી અમલદારો વિરુદ્ધ કે પ્રજાની ધાર્મિક લાગણી ઉશ્કેરાય એવાં લખાણો પ્રસિદ્ધ કરવાં નહીં વગેરે ફરમાનોનો સમાવેશ થતો હતો. ૧૮૫૭ના બળવા બાદ આ નિયંત્રણો આકરાં બન્યાં. ૧૮૭૮ના વર્નાક્યુલર પ્રેસ એક્ટ અનુસાર સરકાર વિરુદ્ધ યા પ્રજામાં વિખવાદ પેદા કરે એવી કોઈ પણ બાબત પ્રસિદ્ધ નહીં કરવાની બાંયધરી આપવી પડતી હતી. એની સામે ઝુંબેશને પરિણામે દાયકા બાદ એ કાયદો રદ થયો. ૧૯૦૮ અને ૧૯૧૦ના કાયદા અનુસાર અદાલતમાં ન્યાય મેળવવા જઈ શકાતું નહોતું. આથી કટોકટી દરમ્યાન કેટલાંક અખબારો અવનવી તરકીબો અજમાવીને સેન્સર અધિકારીઓની આંખમાં ધૂળ નાખતાં એમ બ્રિટિશ શાસન દરમ્યાન તો કાયદાઓના નિયંત્રણોમાંથી છટકબારીઓ શોધવાના પ્રયાસો થતા હતા.
આજે અખબારોને “વનમાળી વાંકો', “ઠોઠ નિશાળિયો' કે 'ઇદમ્ તૃતીયમ્' વિના ચાલતું નથી. પારસીઓની વિનોદવૃત્તિને કારણે આ કટાક્ષ કૉલમો આપણને જાણે કે વારસામાં મળી છે. એ વખતે “દાંતરડું”, “પારસપંચ”, “ગપસપ” અને “ભીમસેન” જેવાં હાસ્યરસિક સામયિકો નીકળતા હતાં તો “કાતરિયું ગેપ” સાપ્તાહિકમાં જાહેરખબરો