________________
૨૨ | સાહિત્ય અને પત્રકારત્વ
હોય એની પાર્થભૂમિ પૂરી હકીકત સાથે અખબારે રજૂ કરવી જોઈએ.
વાચકોનો વિશ્વાસ એ મારા પત્રકારત્વનું લક્ષણ છે. સમાચારો સત્યપૂર્ણ, ચોકસાઈવાળા, પૂર્વગ્રહરહિત અને કશીયે તોડમરોડ વિનાના છે અને એમાં તમામ પાસાં રજૂઆત પામ્યાં છે એવું દર્શાવવા પૂરો પ્રયત્ન કરી છૂટવું જોઈએ. અગ્રલેખો,. વિશ્લેષણાત્મક લેખો અને સમીક્ષાલેખોમાં પણ અખબારી અહેવાલના ધોરણ જેટલી જ ચોકસાઈ જાળવવી જોઈએ. કોઈ પણ પ્રાપ્ત અહેવાલમાંથી એ પ્રગટ થાય એ પૂર્વે, અફવાઓને નિચોવી કાઢી એનું બે વાર ચોકસાઈપૂર્વક અવલોકન કરવું જોઈએ. તમામ ક્ષતિઓ નિવારવાનું તો અશક્ય છે, પણ ભૂલોને સુધારી લેવાનું સરળ છે. સુધારો કરતી વખતે આપણે ભૂલ કરી છે એવું દેખાડતાં ડરવું ન જોઈએ. થયેલી ભૂલનો તત્કાળ સ્વીકાર કરી અખબારે એનો સુધારો તાબડતોબ અને ધ્યાન ખેંચાય એ રીતે રજૂ કરવો જોઈએ.
અખબારી અહેવાલો અને અભિપ્રાયોની અભિવ્યક્તિ વચ્ચે સ્પષ્ટપણે ભેદરેખા દોરવી જોઈએ. અખબારી અહેવાલો અંગત અભિપ્રાયો કે પૂર્વગ્રહોથી મુક્ત હોવા જોઈએ અને એમાં મુદ્દાની તમામ બાજુઓ રજૂઆત પામેલી હોવી જોઈએ. અગ્રલેખની ટીકાઓમાં સત્યથી વેગળો એવો પક્ષપાત પત્રકારત્વના નૈતિક જુસ્સાને હણી નાખનારો છે. ખાસ લેખો કે કોઈ બાબતની હિમાયત કરતી રજૂઆત અગર લખનારનાં પોતાનાં તારણો કે અર્થઘટનોનો હોય એ રીતે સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ.
વધુ મહત્ત્વની કે અગત્ય ધરાવતી બાજુઓને છોડી દઈ રજૂ થતી કોઈ પણ કથની ન્યાયપૂર્ણ નથી. ન્યાયપૂર્ણતામાં સંપૂર્ણતાનો સહજ રીતે જ સમાવેશ થાય છે.
જાહેર વિવાદમાં જો એક અખબાર પક્ષકાર થાય છે કે સામી બાજુને પોતાનો પક્ષ રજૂ કરવાની તક કે એ માટેની જગા અખબારમાં આપવાનો ઇન્કાર કરવામાં આવે તો અખબારી સ્વાતંત્ર્ય અર્થહીન બની રહે છે.
કોઈ પણ સમાચાર સાથે સંકળાયેલી વ્યક્તિઓના હક્નો પત્રકારે આદર કરવો જોઈએ. અખબારી અહેવાલના વાજબીપણા અને ચોક્સાઈ અંગે જનતાને જવાબ આપવો પડવાનો છે, એમ ધારી એણે સુરુચિનાં સામાન્ય ધોરણોનું પણ પાલન કરવું જોઈએ. એ યાદ રાખવું ઘટે કે અખબારમાં બેકાળજીભર્યા અહેવાલથી કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તો એ ભાગ્યે જ સુધારી લઈ શકાતી હોય છે, અને અખબારના એ પછીના બીજા અંકમાં પ્રગટ થતો સુધારો, જેને હાનિ પહોંચી હોય એ વ્યક્તિને એટલું વળતર આપી શકતો હોતો નથી. જેને માટે કોઈ આરોપ હોય એ વ્યક્તિને ખુલાસાની તક આપ્યા વિના પ્રતિષ્ઠા કે નૈતિક ચારિત્ર્ય અંગેના બિનસત્તાવાર