________________
૨૦. સાહિત્ય અને પત્રકારત્વ
વાંચી શકે તેટલું બસ હતું. એ સ્થિતિ આજે નથી. નવા નવા પડકારો વધી રહ્યા છે, તેણે ઘણી બધી જ્ઞાનશાખાઓમાં ચંચુપાત કરવો પડે છે. મારું માનવું છે કે પત્રકાર છાપાં સિવાય કાંઈ વાંચે જ નહીં એવી સ્થિતિ ચાલવાની નથી. ઝવેરચંદ મેઘાણીએ સાચે જ એક પ્રસંગે નોંધ્યું છે કે “પાનાં ફરે તો સોનાં ઝરે'– ખૂબ વાચનથી સોના જેવું સાહિત્ય મળે, અને પત્રકારત્વની પરિભાષામાં ચોક્કસ ફેર પડે.
સાહિત્ય અને પત્રકારત્વ, એ એક સિક્કાની બે બાજુઓ હોય છતાં, એમાં વિરોધાભાસ જણાય છે. સાહિત્યવાળા પોતાને ઊંચા સમજે છે, તો પત્રકારો, એક ખુમારીથી, બાકીના બધા કરતાં ઊંચા સમજે છે. બંને ક્ષેત્રના કસબીઓ એકબીજાની સામે ઘૂરક્યા કરે છે. એકબીજાને સુધારી નાખવાની ફિકરમાં પડ્યા છે. પરંતુ હું દઢપણે માનું છું કે સાહિત્ય અને પત્રકારત્વની સ્પર્ધા જ ન હોઈ શકે. સાહિત્યને સમયની પાબંધી નથી, તો પત્રકારત્વને સમયની પાબંધી પર નભવું પડે છે. પત્રકારત્વ આજની વાત કરે છે, એને ચોક્કસ દિવસ અને તારીખ સાથે સંબંધ છે, જ્યારે સાહિત્ય ચિરંજીવ છે. માટે જ પત્રકાર અને સાહિત્યકાર જો અળગાં રહેશે તો બંનેને હાનિ થશે. બંનેનું સામીપ્ય પરસ્પરને પૂરક બની રહેશે, એ નિશ્ચિત છે.
“આપણી ઘણીખરી અશક્તિ કાર્યકારી બુદ્ધિ અને દેશસેવાની તીવ્ર વેદના – એ બેની ન્યૂનતામાંથી ઉત્પન્ન થાય છે. કહે છે કે સર્વે ઘÍ તંડુનVરથમૂનીઃ - સર્વ ધર્મનો આધાર શેર ધાન્ય ઉપર છે. અર્થાતું ખાવાનું મળતું હોય તો જ ધર્મ બની શકે. પણ ધ્યાનમાં રાખો કે, કર્તવ્ય કરવા માટે માત્ર શેર ધાન્યની જ જરૂર છે. એટલી સંપત્તિ પ્રાપ્ત થઈ કે ત્યાંથી દેશસેવાનો અમાપ ધર્મ શરૂ થયો. આ ધર્મ પત્રકાર ઉપર છે, તેટલો બીજા કોઈ ઉપર નથી. હિન્દુસ્તાનનાં વર્તમાન પ્રશ્નો અર્થશાસ્ત્રની દૃષ્ટિએ નહીં પણ ધર્મ યાને કર્તવ્યશાસ્ત્રની દૃષ્ટિએ ઉકેલવા જોઈએ, અને ધર્માદ્રર્થક્ય વાક્ય એ ભારતસાવિત્રીના મંત્રનું સ્મરણ કરી એ મર્ગ પ્રબળ લોકમત પ્રવર્તાવવો એ વર્તમાનપત્રોનું કર્તવ્ય છે.”
– આનંદશંકર ધ્રુવ (બીજી પત્રકાર પરિષદના સ્વાગત પ્રમુખપદેથી આપેલા વક્તવ્યમાંથી)