________________
પરસ્પર પૂરક પ્રવૃત્તિ ] ૧૯ વિનાના શાસનવાળો સમાજ પસંદ કરવાનું વધુ ઇચ્છનીય છે.”
પત્રકારત્વનો ઇતિહાસ નાનામોટા અન્યાય સામે સામાન્ય માણસની લડતનો . ઇતિહાસ છે. બ્રિટન, ફ્રાન્સ કે અમેરિકાની સામાન્ય પ્રજા એક યા બીજા સ્થાપિત હિતો સામે શબ્દની શક્તિથી લડતી રહી છે. આજે પણ પત્રકારત્વ લોકશાહીના માન્ય સ્તંભો ઉપરાંતના એક વધારાનો સ્તંભ તરીકે પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. અખબારની કે આવા કોઈ પણ લખાણની શક્તિ નેપોલિયન જેવાનેય સમજાઈ હતી. નેપોલિયને જ કહ્યું છે કે, “ફ્રાન્સની બરબૂન રાજાશાહીના હાથમાં લખાણની શક્તિ હોત, તો એનું આવું બદનામ મોત થયું ન હોત.” નેપોલિયને એવું પણ ભાખ્યું હતું કે છાપખાનાની શાહીમાં ભલભલાં તંત્રો પણ ડૂબી જશે અને ખરેખર આવું જ બનતું રહ્યું છે. આ કલમની શક્તિ છે. આ કલમને જ્યારે પ્રજાના હાથ અડે, પ્રજાનો ધબકાર સ્પર્શે, ત્યારે એમાં એક બળ જન્મે છે. પત્રકારત્વ અને સાહિત્ય પોતાની વિદ્યાની ગમે તેટલી મગરૂબી સેવે પણ એને લોકજીવનથી દૂર ચાલ્યા જવાનું પાલવે નહીં.
આજે તો અખબારો વધ્યાં છે, એનું વેચાણ, એનો ફેલાવો, અને સાથેસાથે એનો પ્રભાવ પણ વધ્યો છે, વર્તમાનપત્રની નીતિ ગમે તે હોય, પણ લોકોની નજરે એની વિશ્વસનીયતા ટકી રહેવી જોઈએ, કારણ કે, સાચા પત્રકારત્વનો આધાર હકીકતોના સત્યનિરૂપણ પર રહેલો છે. લોકલાગણી સાથે સમાંતર ચાલતી અખબારની નીતિ લોકોની ચાહના ગુમાવતી નથી. અખબારનો ફેલાવો જ એની લોકચાહનાની ઉત્તમ પારાશીશી છે. વધતાં અખબારો અને વધતા ફેલાવાની સાથે, ગુજરાતી પત્રકારત્વનો જો કોઈ પ્રાણપ્રશ્ન હોય તો એ છે કે આ નવા પડકારોને પહોંચી વળી શકે એવા પત્રકારોની નવી પેઢી તૈયાર થઈ શકી છે ખરી ? એના માટેની કોઈ વ્યવસ્થા છે ખરી ? એના માટે માત્ર થીયરી કે જ્ઞાનમાહિતીનાં પ્રમાણપત્રો નહીં ચાલી શકે. એ માટે તો અખબારનો જીવ જોઈએ, કોઠાની સૂઝ જોઈએ, ભાષાની તાકાત જોઈએ, વાંચવા અને વિચારવાની આદત જોઈએ. વિજ્ઞાન કે વાણિજ્યના સ્નાતકોની જેમ પત્રકારત્વના વિષય પર સ્નાતકો બહાર પાડવાથી કશું જ નહીં નીવડે. જૂના પીઢ પત્રકારો નવા પત્રકારોને તૈયાર કરી તાલીમ આપે, તક આપે એવું થાય અને જૂના જમાનાના વૈદ્ય જેવી પોતાના ધંધાના રહસ્યને સંતાડી રાખવાની મનોવૃત્તિને તિલાંજલિ આપે, તો જ પત્રકારત્વના ક્ષેત્રમાં, નવા પત્રકારોનો સંચાર થવાની શક્યતાઓને જોઈ શકાય. આધુનિક યુગમાં પ્રજાની પ્રવૃત્તિ અને જાગૃતિના અનેકવિધ વિકાસ સાથે અખબારે કદમ મિલાવવાના છે એટલે એક સમયે રિપોર્ટર માત્ર સાંભળીને લખી-