________________
ફલશ્રુતિ ] ૧૩૯ પ્રતાપભાઈ શાહે દૈનિક પત્રોના આર્થિક આયોજન વિશે અભ્યાસપૂર્ણ વક્તવ્યમાં વિવિધ કક્ષાનાં દૈનિકોની પરિસ્થિતિ જુદી હોવાનાં કારણોમાં ભૌગોલિક કારણને પણ યોગ્ય રીતે ઉમેર્યું હતું. ભાવનગરના કિરીટભાઈએ એક ડૂબતી સ્ટીમર વિશે માત્ર અડધા કલાકમાં પાંસઠ વર્ષ પૂર્વેના એક વિદેશી વર્તમાનપત્રે મોડી રાત્રે કેવી રીતે સંપૂર્ણ માહિતી આપી હતી, એના દાખલા સાથે પત્ર અને પત્રકારની સજ્જતા વિશે વાત કરી હતી. દેશવિદેશથી અમદાવાદ આવતા કોઈ મોટા પત્રકાર સાથે સ્થાનિક પત્રકાર-લેખકોને પોતાને ઘેર મેળવવામાં નિમિત્ત બનતા નીરુભાઈને આભાર સાથે આ લખનારે કહ્યું હતું કે સાહિત્ય પરિષદનું ભવન તૈયાર થતાં એ જગા લેખકોપત્રકારોની સહિયારી બેઠકનું નિમિત્ત બની શકે. સવારની પ્રારંભિક બેઠક અને પછીની ચાર બેઠકો એ સહુમાં રજૂ થયેલાં વિચારબિંદુઓનું સંકલન કરી પરિષદના ઉપપ્રમુખશ્રી યશવંતભાઈ શુક્લએ ઉપસંહારને અંતે અસમિયા કવિ નવકાન્ત બરૂની એક કવિતાનો અનુવાદ રજૂ કરી પત્રકાર અને સાહિત્યકારનો વ્યાવસાયિક ભેદ એક ક્ષણ માટે નાબૂદ કરી આપ્યો હતો. પરિસંવાદમાં મુંબઈ અને સૌરાષ્ટ્રમાંથી વક્તાઓ ઉપરાંત શ્રોતાઓ તરીકે પણ ઘણા સાહિત્યકારો અને પત્રકારો હાજર રહ્યા હતા અને કુલ આઠ કલાકના વક્તવ્ય-શ્રવણનો સ્વાધ્યાય કરવા ઉપરાંત યજમાન સંસ્થાના સૌજન્યની છાયામાં વિરામના સમયે પરસ્પર મળીને નાની નાની ગોષ્ઠીઓ કરી હતી.
*** અગાઉ સાહિત્ય પરિષદના સંમેલનોમાં વિજ્ઞાન સુધ્ધાં સાતઆઠ વિભાગો રાખવામાં આવતા ત્યારે પત્રકારત્વ વિભાગ અવશ્ય રહેતો અને એના પ્રમુખ તરીકે વરણી પામનાર પત્રકાર ગૌરવ અનુભવતા. પરિષદના કલ્યાણ અધિવેશનમાં સમૂહમાધ્યમો વિશે પરિસંવાદ યોજાયો હતો તે અનિવાર્યપણે પત્રકારત્વને સ્પર્શતો હતો. એ પછી સાહિત્યને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો વિશે એક પરિસંવાદ ૧૯૭૯માં યોજીને એમાં પ્રકાશકો-વિક્રેતાઓનાં સૂચનોનો પણ લાભ લેવાયો હતો. એટલે કે સંમેલન પ્રસંગે વિભાગ ન રહેતાં પરિષદ માટે પત્રકારત્વનું મહત્ત્વ સહેજે ઘટ્યું નથી. તેમ છતાં કશુંક વિશેષ ભાવે અને સઘન રીતે કરવા માટે અમૃત-પર્વનું વર્ષ એક અનુકૂળ અવસર બની રહ્યું. કોઈ વસ્તુનાં ભાગ્યે જ વખાણ કરે એવા વાસુદેવભાઈ પણ બોલી ગયા : અમે પત્રકારો આપમેળે આ રીતે મળી શકતા નથી. પરિષદે સહુને મેળવ્યા અને છેલ્લી ક્ષણ સુધી બધા સાથે રહી શક્યા.
જેમ લેખક પ્રકાશન-સંસ્થાની મર્યાદાઓને સામાન્ય રીતે ઓળંગી જઈ શકતો