________________
પત્રકારત્વ : એક પડકાર
ત્રીજી બેઠકનો વિષય હતો ‘સાહિત્યિક પત્રકારત્વ' અને એના પ્રમુખ હતા જાણીતા સાહિત્યકાર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવે. એમણે શ્રી કૃષ્ણવીર દીક્ષિતનો દાખલો આપીને કહ્યું કે એક ઉત્તમ પત્રકારની નોંધોમાંથી તમને એ તબક્કાના સમગ્ર પ્રજાજીવનનો સાંસ્કૃતિક ઇતિહાસ જડી આવે. પોતે પત્રકાર તરીકે લખતા હોય છે ત્યારે લખાણને સાહિત્યિક બનાવી દેવામાંથી બચાવવાનો ખ્યાલ રાખે છે એ વાત એમને પ્રતીતિજનક રીતે કહી. આ બેઠકમાં શ્રી નરેન્દ્ર ત્રિવેદીએ ‘સામયિકો – જૂનાં અને નવાં’ એ વિષયમાં ‘જૂજવાં’ શબ્દ ઉમેરીને જ ઘણાં સામયિકો વિશે હળવી તેમજ ગંભીર રીતે વાત કરી, આપણા સાહિત્યિક પત્રકારત્વની લોપ પામતી ઉજ્જ્વળ પરંપરાઓ વિશે ચિંતા વ્યક્ત કરી. શ્રી નરભેરામ સદાવ્રતીએ ગુજરાતી સાપ્તાહિકોના સ્વરૂપને એની વાસ્તવિક સ્થિતિમાં વિસ્તારથી સમજાવ્યું અને કહ્યું કે એક સમૃદ્ધ અને વિશ્વસનીય ગુજરાતી સાપ્તાહિક આજે તો માત્ર સ્વપ્ન છે. સાહિત્ય અને પત્રકારત્વના સંબંધ વિશે શ્રી કુમારપાળ દેસાઈએ બેઉ વિષયના અભ્યાસીની યોગ્યતાની મુદ્દાસ૨ વાત કરી. તો શ્રી નિરંજન પરીખે પત્રકારત્વ અને સાહિત્યેતર વિષયોના પરસ્પરના આદાન-પ્રદાનની વિષમ પરિસ્થિતિ જાહેરાતના વર્ચસ દ્વારા સમજાવી, વિશ્વના દૂરના દેશોના વાચકોને એક વસ્તુની એકસરખી જાહેરાત કેવી રીતે સ્પર્શે છે, એના દાખલા આપી બેઠકમાં પત્રકારોના વેતન અંગે પ્રવર્તતી પરિસ્થિતિ અને માંગણી વિશે સ્પષ્ટતા કરી. આ બેઠકના આરંભે શ્રી નાથાલાલ દવેએ વિવિધ કવિઓનાં કટાક્ષકાવ્યો કહીને એક રમૂજી પૂર્તિ કરી હતી.
‘પત્રકારત્વ : એક પડકાર' એ ચોથી બેઠકનો વિષય હતો. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા અને પોતાના વત્સલ વ્યક્તિત્વનો સહુને અનુભવ કરાવનાર શ્રી નીરુભાઈ દેસાઈએ આ બેઠકનું પ્રમુખપદ શોભાવ્યું. પત્ર-સંચાલકો તેમજ પત્રકારો સહુને બે કડવી વાત કહી. કોણ રોકે છે તમને સારું કામ કરતાં, નિર્ણયનો અમલ કરતાં ? તમે છૂટ આપતા રહેશો તો સહુ કોઈ તમને દબાવશે. શ્રી શશીકાન્તભાઈ નાણાવટીએ પણ આ મુદ્દો તો કહ્યો જ હતો કે પત્રકાર પોતાની પસંદગીથી આવ્યો હશે તો જ કશુંક કરી શકવાનો છે, માત્ર પગારો અને સગવડોથી બધા સવાલો નહીં ઊકલે. ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે વૃત્તાંત-નિવેદકોની શી પરિસ્થિતિ છે એ વિશે એમનાં કેટલાંક નિરીક્ષણો ચિંતા જગાવે એવાં હતાં. પોતાના રિપૉર્ટર પર પત્ર-સંચાલકની શંકા અને મળેલા સમાચા૨ને પછી અપાતું જુદું રૂપ સાચા સમાચાર આપવામાં કેવી રીતે મદદરૂપ નીવડે ? શ્રી ભૂપતભાઈ વડોદરિયાએ દૈનિકોની વ્યાવસાયિક સફળતા વિશે અસ્ખલિત વાણીમાં કહ્યું કે લોકપ્રિયતા અને ઉત્તમતા એ પરસ્પર વિરોધી વસ્તુઓ નથી. શ્રી
૧૬૮
D