________________
નિષ્ઠા અને ખુમારીનો રણકાર | ૧૫૯
પત્રકારે પોતે જ કેટલીક લક્ષ્મણરેખાઓ દોરવી પડશે. એ ખુમારી કેળવાશે તો એને કદાચ થોડીક મુશ્કેલીમાં મુકાવું પડે પરન્તુ યુનિયન-સંઘોના જમાનામાં કોઈ માલિક પત્રકારને તેની માન્યતા વિરુદ્ધ લખવાની ફરજ ન પાડી શકે – પત્રકારે પોતે જ આવી સૂચનાઓને ઇનકાર કરવો જોઈએ. આવી ખુમારી હશે તો જ એના શબ્દોમાં બળ આવશે. સાહિત્યકાર અને પત્રકાર ન ઇચ્છે તોયે સામાજિક ચેતનાના અભિગમથી તે અલિપ્ત રહી શકતો નથી. પડકારોનો રાતદિવસ સામનો કરવાની શિખામણ આપતા રહે છે. આવી શિખામણનાં સામાજિક પાસાંઓને તેણે નજરઅંદાજ કરવાં જ પડે છે. એની કલમમાં અને શબ્દમાં જો ખુમારીનો, નિષ્ઠાન રણકાર નહીં હોય તો એ જાતને જ બિન-વફાદાર પુરવાર થશે.
( પત્રકાર પોતે જ એની જાત સામેના પડકારનું કવચ બની શકે અને એ માટે જ તેણે પ્રયત્નશીલ થવું ઘટે.
દુનિયાની સામે ઊભીને પણ આપણો અંતરાત્મા આપણને જે કહે છે તે જ કરવું, મારી જિંદગીમાંથી કે મારા બોલમાંથી જે કેટલીક વસ્તુઓ શીખવા જેવી હું માનું છું તેમાંની આ મહત્ત્વની છે. જેણે લોક વિરુદ્ધ અથવા મારા જેવા મહાત્મામાં ખપતા મનુષ્યોની સામે થઈને પણ પોતાનો અંતરનાદ બીજાને સંભળાવ્યો છે તેને વંદન હજો. એવી શુદ્ધ પણ શાંત સ્વતંત્રતા સૌરાષ્ટ્ર’ સહુને શીખવો એ હું ઇચ્છું છું.”
-- મોહનદાસ કરમચંદ ગાંધી
(શ્રી અમૃતલાલ શેઠ પર લખેલા પત્રમાંથી)