________________
૧૫ર
| પત્રકારત્વ : એક પડકાર
સર્જી શક્યા. નેલ્સનનું એક સૂત્ર – ‘England expects everyman to do his duty' fullauret Said asj. 'Hang the Kaiser’ sel sisss guir મહાયુદ્ધ જીતી ગયો – પણ એ બધા પાછળ ચોક્કસ હેતુ, સ્પષ્ટ ઉદ્દેશ અને સચોટતા અનિવાર્ય. પત્રકારની સજ્જતા માટે પણ આ ગુણોની અનિવાર્યતા છે.
મહાત્મા ગાંધીએ કહ્યા મુજબ પત્રકારત્વનો ઉદ્દેશ જનતાની ઇચ્છાઓ–વિચારોને સમજવાનો અને તેને વ્યક્ત કરવાનો છે. બીજો ઉદ્દેશ છે લોકોમાં વાંછનીય ભાવનાઓ જાગ્રત કરવાનો અને ત્રીજો ઉદ્દેશ છે સાર્વજનિક દોષોને નિર્ભયતાથી પ્રગટ કરવાનો. જો આજનો પત્રકાર આ ધ્યેય નજર સમક્ષ રાખી ક્રિયાશીલ રહેશે – જો એક લક્ષ્ય, સતત પરિશ્રમ અને કાર્યનિષ્ઠા એ જાળવી રાખશે – તો આવતી કાલ એની હશે.
સમાચાર અને વિચાર નિતર્યા બનતાં બંનેની અભ્યાસપૂર્ણ માવજત અને અર્થઘટન કરનારાં સામયિકોની આપણે ત્યાં સવિશેષ જરૂર છે. એમની જો અછત રહેશે તો વિચારોની દરિદ્રતા દૈનિકોને પણ નડશે. કદાચ ફેલાવો વધશે, પણ સામર્થ્ય નહીં વધે. દૈનિક અને સામયિક પત્રોનો તાત્ત્વિક વિકાસ અંતતોગત્વા વાચકની સજ્જતા ઉપર આધારિત છે. જૂજવા મતોનું તોલન કરનારો, ઘટનાઓની ભીતરમાં પહોંચીને તેની બેંદ્ધિક આલોચના કરનારો વિચારશીલ વાચક એ જ તો પત્રોનો ધ્યાનવિષય હોવો જોઈએ. એનું સમારાધન કરવાની દૃષ્ટિથી જ સર્વ પ્રવૃત્તિ થવી જોઈએ.
– યશવંત શુક્લ (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૪મા અધિવેશન પ્રસંગે પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વક્તવ્ય.)