________________
એક જ મુલ્કની બે કહાણી [ ૧૩૩ ઉદાહરણો છે. ઉમાશંકર જોશી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. પરંતુ માલિક પત્રકાર ન હોય, કોઈ પત્રકારની શક્તિનો ઉપયોગ કરે અને પોતાનું કે પોતાના સ્વજનનું નામ તંત્રી તરીકે મૂકે ત્યારે એક જુદી પરિસ્થિતિ રચાય છે. આ પરિસ્થિતિ સાવ વિશિષ્ટ છે એવું પણ નથી. મુદ્રક-પ્રકાશક તરીકે જેમનાં નામ આવે છે તેઓ ક્યારેક તો મુદ્રણ કે પ્રકાશન વિશે કશું જ જાણતા નથી હોતા. પરંતુ તંત્રીનું નામ રાતોરાત બદલવું હોય ત્યારે તંત્રીથી જુદા અને માલિક અથવા વ્યવસ્થાપકના વિશ્વાસુ મુદ્રકપ્રકાશક હોય તે જરૂરી છે. મુદ્રક-પ્રકાશક જેમ મુદ્રણ કે પ્રકાશનના જાણકાર હોય એવું હંમેશાં બનતું નથી; એમ તંત્રી પણ હંમેશાં કાર્યવાહક તંત્રી હોય એવું બનતું નથી.
તંત્રી સ્થાને જેનું નામ ચાલતું હોય તેનામાં તંત્રસંચાલનની જો કશીયે ગતાગમ ન હોય તો ખરેખર કામ તો જે પડદા પાછળ હોય એ જ કરે એવું બને છે. ત્યારે આ હકીકત બહુ છૂપી રહેતી નથી. સામાન્ય વાચક ભ્રમમાં નથી હોતો. એ તરત જ સામયિક પાછળ કોની લેખિની કામ કરી રહી છે એ બરાબર જાણે છે. માલિકીનું નામ વ્યવસ્થાપક તંત્રી તરીકે આવે એ ઉચિત છે. જ્યારે એનું નામ કાર્યવાહક તંત્રી તરીકે આવે, ત્યારે એ પોતાના સામયિક કે વર્તમાનપત્રને થોડોક અન્યાય કરે છે. કારણ કે વ્યવસાયી પત્રકારનું નામ તંત્રી, સંપાદક કે સહતંત્રી જેવા કોઈ સ્વરૂપે આવતું ન હોય ત્યારે એનું Involvement ઘટી જાય છે જોકે બીજી તરફથી વ્યવસાયી પત્રકારનો જીવ કંઈ પણ ઓછું નીપજે એનાથી સંતોષાતો નથી. એ તો પોતાથી શક્ય એટલું ઉત્તમ પરિણામ આપવામાં જ માને છે.
માલિક પત્રકારની અસ્મિતાને પ્રગટ થવા ન દે કે એના નામને ચમકાવા ન દે, અથવા તો વ્યવસાયી પત્રકાર પોતે તંત્રી હોય ત્યારે પણ પોતાના સાથીઓનાં નામની બાઇલાઇન આપતાં સંકોચ અનુભવે એ બંને એકસરખી કમનસીબ પરિસ્થિતિ છે. વાંક માત્ર એકલા માલિકનો નથી; વ્યવસાયી પત્રકાર પોતે તંત્રી હોય ત્યારે પણ પોતાના તેજસ્વી સાથીઓના લખાણો કે અહેવાલો નામ સાથે પ્રગટ ન કરે એવા કિસ્સાઓ નોંધાયા છે. કોઈ પણ પત્રકારની અસ્મિતા આડે પડદો બનવાની આદત ખોટી છે. પછી તે માટે માલિક કસૂરવાર હોય કે પત્રકાર, બલ્ક પત્રકારજગતમાં ઊગતાં તરણાંને પણ આદરથી જોવાં ઘટે. હેનરી મિલર કહે છે એમ ક્યારે કર્યું તરણું મોટું વૃક્ષ બની બેસશે એ આપણે જાણતા નથી.
સાહિત્યકાર અને પત્રકાર બંનેને કુમારપાળભાઈએ કહ્યું તેમ ભાષાથી કામ પાર પાડવાનું હોય છે; પણ એમ તો ભાષાથી કામ લેનારાની સંખ્યા ઘણી મોટી છે. સાહિત્યકાર અને પત્રકાર આ બંને જાણે એકમેક સાથે સગાઈ જ ન હોય એમ વર્તતા