________________
૧૩૨ | સાહિત્યિક પત્રકારત્વ
મસાલેદાર સામગ્રી માટે પશ્ચિમનાં એ જ પ્રકારનાં પત્રો પર નજર માંડે છે. આપણે ત્યાં ઇન્વેસ્ટિગેટિવ રિપૉટિંગ પણ આપણી સર્જકતાની માફક જ પ્રાથમિક દશામાં છે. છતાં એ બંનેમાં કેટલુંક નક્કર કામ પણ થયું છે. સાહિત્યિક પત્રકારત્વની વાત કરીએ ત્યારે આનંદશંકર ધ્રુવના ‘વસંત'ની સાથે શયદાના “બે ઘડી મોજ'ની વાત કરવી જ પડે; વિજયરાજના “કૌમુદી'ની સાથે મેઘાણીના “ફૂલછાબ'ને સમાવી જ લેવું પડે.
સામયિક ચાલવા કે બંધ પડવાનો આધાર એના સ્વરૂપ પર નથી. ‘નવચેતન', કુમાર”, “સંસ્કૃતિ' જેવાં સામયિકો આટઆટલાં વર્ષોથી ટકી રહ્યાં છે કે “મનીષા', “કૌમુદી”, “ગુજરાત' વગેરે સામયિકો બંધ પડી ગયાં છે, તે વિશે પણ કોઈ સર્વસ્વીકૃત જવાબ ન આપી શકાય. કોઈ એક સામયિક ન ચાલે તો ગુજરાત નગુણું છે તેવી નિંદા કરવાની જરૂર નથી; કોઈ એક સામયિક ટકે તો ગુજરાતની સંસ્કારિતા સતર્ક છે, સજાગ છે એમ હરખાઈ જવાની જરૂર નથી. કોઈ નબળા સામયિકને સબળો સાથ હોય તો એ વરસો સુધી ચાલી શકે; કોઈ સબળું સામયિક, સબળો સાથે હોય તોપણ નબળા આયોજનને કારણે બંધ પડી જાય એ શક્ય છે. આપણાં સામયિકો કેમ ચાલ્યાં, કે કેમ બંધ પડી ગયાં તે વિશે સંશોધન જરૂરી છે. આપણાં સત્ત્વશીલ સંપાદકોનું ખમીર અને મર્યાદા બંને એમાંથી જોઈ શકાશે.
સામયિકસંચાલન પૂરા સમયની પ્રવૃત્તિ છે. એને ફાજલ સમયમાં વ્યાસંગ તરીકે અપનાવતા સંપાદકો ગમે તેટલાં સત્ત્વશીલ સામયિકો સર્જે તોપણ ટકી શકે નહીં. મુનશીના “ગુજરાતથી માંડી સુરેશ જોશીના “મનીષા' સુધીનાં સામયિકો તેનું દૃષ્ટાંત પૂરું પાડે છે. લોકપ્રિય સામયિકોનો મોટો વર્ગ છે. સઘન સાહિત્યકૃતિ રચનારાની તોલે ઘેરઘેર વંચાય એવો પ્રજાપ્રિય લેખ લખનારાનું મૂલ્ય પત્રકાર તરીકે હું ઓછું ન આંકું. સમસ્ત પ્રજા કોઈ પત્રકારને સ્વીકારે ત્યારે એ કેવળ સસ્તું મનોરંજન આપનાર ન હોઈ શકે પ્રજા સાથે તેનો સંબંધ જોડતી કોઈક વસ્તુ તેની કૃતિમાં હોવી જ જોઈએ. એટલે જ કોઈ પત્ર બંધ પડી જાય ત્યારે તેનાં કારણો સાહિત્યેતર હોઈ શકે; કોઈ પત્ર વધુ પડતું ચાલે તેનાં કારણો સાહિત્યિક પણ હોઈ શકે. એથી ઊંધું પણ શક્ય છે. આથી ગીતાનો ‘નાનુશોચિંતિ પંડિતા’વાળો બોધ સામયિકોના ટકવા, ન ટકવા વિશે લેવા જેવો છે.
સામયિકના તંત્રી તરીકે પત્રકાર સિવાયનો કોઈક હોય, એટલે કે માલિક કે માલિકનાં સ્વજનોમાંથી કોઈ હોય ત્યારે શું ?
માલિક પોતે ઘણી વાર પત્રકાર હોય છે. આપણે ત્યાં અને અન્યત્ર આવાં