________________
એક જ મુલ્કની બે કહાણી
0 હરીન્દ્ર દવે
નરેન્દ્ર ત્રિવેદી, નરભેરામ સદાવ્રતી, કુમારપાળ દેસાઈ તથા નિરંજન પરીખનાંઅભ્યાસપૂર્ણ અને સઘન વક્તવ્યોમાંથી ચાર વધુ વિચારવાના મુદ્દાઓ પ્રાપ્ત થાય છે : (૧) સાહિત્યકાર લોકથી વિમુખ બન્યો છે અને લોક સાહિત્યથી વિમુખ બન્યું છે
એ હકીકત સાચી છે ? સારાં સામયિકો ટકતાં કેમ નથી ? (૨) સામયિકના તંત્રી તરીકે વ્યવસાયી પત્રકારને બદલે માલિકનું નામ હોય ત્યારે
શી પરિસ્થિતિ થાય ?
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો સંબંધ કેવો, કયા સ્વરૂપનો છે ? (૪) વર્તમાનપત્રો વિજ્ઞાપનપત્રો જેવાં બની ગયાં છે, છતાં વર્તમાનપત્રો કે
સામયિકોમાંના સાહિત્યેતર વિષયો અંગે શી પરિસ્થિતિ છે ?
સારાં સામયિકો ટકતાં નથી, એમાં “સારા” અને “સામયિક' એ બંને શબ્દોની આપણી વ્યાખ્યા શી છે તે સમજવું જરૂરી છે. દુનિયાભરમાં અમુક પ્રકારનાં સામયિકો થોડો વખત ચાલીને બંધ થઈ ગયાં છે. ચોક્કસ સંસ્થાઓ કે તંત્રોની આસપાસ ઊભાં થયેલાં સામયિકો ઘણું લાંબું આયુષ્ય જોઈ શક્યાં છે. તો કેટલાંક સામયિકો તો જન્મ એ પહેલા જ બંધ પડી ગયાં છે. આ બધાનો કોઈ લઘુતમ સાધારણ અવયવ કાઢી ચોક્કસ પરિણામ પર પહોંચવાનું અશક્ય છે. પ્રયોગલક્ષી સામયિક સંશોધનલક્ષી વિદ્વાનોને ભાગ્યે જ રુચે : સંશોધનલક્ષી સામયિકો સર્જકતાલક્ષી વાચકોને મનમાં ન બેસે. સર્જકતાલક્ષી સામયિકોનો વાચક બોધક કે પ્રેરક સ્વરૂપનાં સામયિકો પસંદ ન કરે. અને ઉપર જણાવેલાં બધા જ પ્રકારનાં સામયિકોનો વાચક સર્વપ્રિય સ્વરૂપનાં સામયિકો પસંદ કરે કે ન પણ કરે. એક વાચકને ચોક્કસ સામયિક સત્ત્વશીલ અને સુંદર લાગે તો બીજા વાચકને બીજું ચોક્કસ સામયિક હાથમાં ન આવે તો ચેન ન પડે. બીજા વાચકને ગમતું ચોક્કસ સામયિક પહેલા વાચકના હાથમાં આવે તો એને સસ્તુ કહી બેસે.
સાહિત્યિક પત્રફારત્વની વાત કરીએ ત્યારે આમાંના કોઈને વિચારણાની મર્યાદા બહાર રાખી શકાય નહીં. વળી બંને પ્રકારનાં સામયિકોમાં જે મર્યાદા છે એ એક જ પ્રકારની છે. કેટલાંક પ્રયોગલક્ષી સામયિકો પશ્ચિમમાં થતા પ્રયોગોનો હૂબહૂ પરિચય આપે છે, જ્યારે કેટલાંક સર્વપ્રિય સામયિકો પણ પોતાનાં પૃષ્ઠો પરની