________________
સાહિત્યેતર વિષયા D ૧૨૯
રોજિંદા જીવનના વહેવારોમાં રાજકારણ, અર્થશાસ્ત્ર, વ્યાપારઉદ્યોગ, વિજ્ઞાન, કળા, રમતગમત, મનોરંજન, સામાજિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ, કાયદો અને વ્યવસ્થા, ધર્મ, સંરક્ષણ, મજૂ૨પ્રવૃત્તિ, ગુનાખોરી, જ્યોતિષ, કૌભાંડોની છણાવટ, ચારિત્ર્યખંડન વગેરે વિષયો વર્તમાનપત્રોમાં પ્રગટ થાય છે. (ઘડીભર માની લઈએ કે વાર્તા, નવલકથા, કવિતા, નાટકો વગેરે વર્તમાનપત્રોમાં પ્રગટ થતા નથી – અને થાય છે તોપણ જાહેરાત કરતી હોય તેવા ટીકાટિપ્પણી સાથે પ્રગટ થતાં હોય છે.) તોપણ વર્તમાનપત્ર એ સાહિત્ય નથી એમ કહેવું એ સહેલું નથી.
વર્તમાનપત્રોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે – વર્તમાનપત્રો ઊંડી સૂઝથી જીવનના નિકટતમ સ્પર્શ-વર્તુળમાં આવી રહ્યા છે. સાહિત્યનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. કલ્પના કે ભભકાના વાઘા ઉતારી એ પણ જીવનને સ્પર્શતું બન્યું છે.
મોટા ભાગે રાજકારણ અને રાજકારણીઓને ચગાવતાં-પછાડતાં વર્તમાનપત્રો સમાજની જરૂ૨ પ્રમાણે રાજકારણને પ્રકાશમાં લાવી શકતાં નથી. રાજકારણીઓના વર્તમાન રોજિંદા રાજકારણમાંથી ઊંચાં આવતાં વર્તમાનપત્રો શુદ્ધ રાજ્યશાસ્ત્રની દૃષ્ટિએ નવી પેઢીના ભવિષ્યને ભૂતકાળની પેઠે જ ચૂકી જાય છે. લાખ્ખો વિદ્યાર્થીઓના અભ્યાસની જરૂરિયાત, સામાન્ય માનવીની સમજ માટેની ભૂખ, ભાવિ નેતાઓ માટે માર્ગદર્શન – પ્રેરણાની જરૂરિયાત, લોકમતને નજ૨માં ૨ાખી કેળવણીવિષયક રીતે રાજકારણ પર પ્રકાશ ફેંકવાની ફ૨જ બજાવતું વર્તમાનપત્ર જોવાનું નસીબ હજુ બાકી છે. અર્થશાસ્ત્રની બાબતે પણ આવી જ હાલત છે.
રાજકારણના વર્તમાન વિષે એટલું જરૂ૨ કહેવું જોઈએ કે એ વિજ્ઞાપન જેવા દેખાય છે – ત્યારે હેતુલક્ષી રાજકીય વર્તમાન વાસ્તવમાં વિજ્ઞાપન તરીકે પ્રગટ થાય છે ! એ કેમ વિસરાય !
બીજા વિષયો, તજ્જ્ઞોના વિષયો અંગે વાત કરતાં એક નિરીક્ષણ કરી લેવું જોઈએ કે વિશિષ્ટ જ્ઞાન એટલે કે વિજ્ઞાનની સમજ આપતા વિષયો સનસનાટીભરી રીતે પ્રકાશન પામતા હોય છે – કેટલીક વખત તો હવામાનના વૈજ્ઞાનિક સમાચારો જ્યોતિષીઓની આગાહીની માફક પ્રગટ થાય છે. તો-વળી જ્યોતિષ જેવા વિષયો વૈજ્ઞાનિક દાવા સાથે પ્રગટ થાય છે. વિજ્ઞાનના પરિણામે આપણી સમજ મૂળમાંથી બદલાઈ રહી છે – આપણું વર્તન બદલાઈ રહ્યું છે ત્યારે વિજ્ઞાનને પણ ચમત્કારમાં ખપાવવાની આપણી આદત બદલાતી નથી. ઊલટાનું એવું જોવા મળે છે કે ચમત્કારને વૈજ્ઞાનિક કારણોથી સમજાવવામાં આવે છે.
વર્તમાનપત્રો આપણા રોજિંદા માનસિક જીવનને ઘડે છે. લોકજીવન અંગેની