________________
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ ણ ૧૧૫ સાપ્તાહિકો પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. કેટલાંક સાપ્તાહિકો પૂર્ણત: રાજકારણ અને અર્થકારણને મહત્ત્વ આપે છે. તો બીજાં ઘણાં રાજકારણને પ્રધાન સ્થાને રાખીને અન્ય વિષયોને સ્થાન આપે છે. કેટલાંક બંનેની સમતુલા જાળવે છે. હિંદી ભાષામાં પ્રસિદ્ધ થતાં “ધર્મયુગ” અને “સાપ્તાહિક હિંદુસ્તાન' જેવાં સાપ્તાહિકોને એમનું પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. અમેરિકન સાપ્તાહિકો ‘ટાઇમ’ અને ‘ન્યૂઝવીકે પણ ભારતનું બજાર ઠીક ઠીક સર કર્યું છે. અંગ્રેજી અને બીજી ભાષાઓના સાપ્તાહિકો તેમજ વિશિષ્ટ વિષયો પરનાં અન્ય સામયિકો આ ભાષાઓ બોલતા અને સમજતા લોકો તો વાંચે જ, પરંતુ આપણાં આજનાં પ્રમુખ ગણાતાં ગુજરાતી સાપ્તાહિકો માટે ઘણો બધો ખોરાક પણ તેઓ પૂરો પાડે છે. આ સ્થિતિએ આપણને પરાવલંબી કરી મૂક્યા છે. આ જોઈને મને વિચાર પણ આવે છે કે આ સાપ્તાહિકો જો એકસામટાં બેચાર અઠવાડિયાં પ્રસિદ્ધ જ ન થાય તો અથવા એમાંનાં “મસાલેદાર' સાપ્તાહિકો થોડો સમય બંધ પડી જાય તો ગુજરાતનાં સાપ્તાહિકોની શી વલે થાય ? કારણ માત્ર એ જ કે સંદર્ભગ્રંથો– વિવિધ વિષયો પરના-નો અભાવ છે.
આ વિધાન અનેકને ખૂંચે એવું છે, પરંતુ હકીકતનો ઇન્કાર કરી જ શકાય તેમ નથી. અહીં બહેનો અને બાળકો માટેનાં તથા સિનેમાગૃષ્ટિનાં સાપ્તાહિકોને મેં આ ચર્ચામાંથી બાકાત રાખ્યાં છે.
સાપ્તાહિકોનો ફેલાવો એમની ગુણવત્તા નક્કી નથી કરતો. ફેલાવો વધારવામાં ધંધાકીય કુનેહ અને સૂઝ મુખ્ય કામ કરે છે. ઓછા ફેલાવાવાળાં સામયિકોની ગુણવત્તા ઊંચી હોઈ શકે છે અને આપણે ત્યાં પણ આ હકીકત જોઈ શકાય છે. આમ છતાં ગુણવત્તા” શબ્દને પણ અનેક સંદર્ભમાં તપાસવો પડે એવી સ્થિતિ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે દૈનિક, સાપ્તાહિક કે અન્ય કોઈ પણ પ્રકારનાં પ્રકાશનના તંત્રીપદે પત્રકાર ન હોય એવી કોઈ પણ વ્યક્તિ રહે એ વાજબી ગણાય ? આ પ્રશ્ન કોઈની પણ અંગત ટીકા માટે નથી કરવામાં આવ્યો, પરંતુ લોકોની ભ્રમણા દૂર કરવાનો હેતુ એમાં રહેલો છે. તંત્રીપદે બેઠેલી વ્યક્તિ માત્ર માલિકીને કારણે જ, પોતાનું કે પોતાના પરિવારની કોઈ પણ વ્યક્તિનું નામ તંત્રી તરીકે આજે મૂકી શકે છે. આમાં માલિક તરીકેનો અધિકાર મુખ્ય છે, પત્રકાર તરીકેની ગુણવત્તા નહીં. આખરે દૈનિક, સાપ્તાહિક કે માસિક તૈયાર કરવાનું કામ તો સાચા પત્રકારનું જ છે. અખબાર પર તંત્રી તરીકે જે કોઈ વ્યક્તિનું નામ છપાય અને એ વાંચીને દુનિયા એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતી રહે તે પોતે પત્રકાર ન હોય અને સાચા પત્રકાર કે પ્રકાશનના સાચા સર્જકને કોઈ ઓળખે પણ નહીં એ એક મોટી છેતરપિંડી નથી? દુનિયાને નીતિમત્તાના ઉપદેશ આપનાર અખબારોના પાયામાં જ છેતરપિંડી હોય એ વિચિત્ર નથી લાગતું ? તો છેતરપિંડીના પાયા પર રચાયેલી ઇમારતો પણ કેવી હોય તે સમજવું મુશ્કેલ નથી.
આ મારું પ્રામાણિક વિધાન છે, છતાં બીજો પ્રશ્ન પણ થાય છે કે શું માલિકીસ્થાને હોય તો જ તે વધુ સારું દૈનિક, સાપ્તાહિક કે અન્ય કોઈ પ્રકારનું વધુ સારું સામયિક