________________
૧૧૪ | સાહિત્યિક પત્રકારત્વ
હતું, વાર્તાઓ પણ આવતી, પરંતુ પ્રધાનસ્થાને તો તત્કાલીન રાજકારણ – બ્રિટિશ શાસન સામેની લડત. આ સાપ્તાહિકો વાંચનાર મોટા ભાગના ભણેલા વર્ગનું પણ મુખ્યત્વે આવું જ માનસ હતું.
મહાત્મા ગાંધીજીના “હરિજનબંધુ'નું સ્થાન એ જમાનામાં આગવું હતું. મહાત્માજીનાં લખાણો એ સમયનો રાષ્ટ્રપ્રેમી વર્ગ વાંચવાનું ભાગ્યે જ ચૂકતો. અંગ્રેજોને ‘ભારત છોડો'નો સર્વપ્રથમ પડકાર આ સાપ્તાહિક દ્વારા જ થયો અને એનો ધ્વનિ દેશભરમાં તેમજ દેશના સીમાડાઓની બહાર પ્રસરી રહ્યો. ગાંધીજીના સ્વર્ગવાસ પછીના ‘હરિજનબંધુ'માં વૈચારિક ક્ષેત્રે કદાચ ઝાઝો ફરક ન હતો, પણ સ્વયં ગાંધીજીના વ્યક્તિત્વમાંથી વહેતી થતી વિચારધારાના પ્રભાવ આગળ એમના અંતેવાસીઓ દ્વારા વહેતી રાખવામાં આવેલી વિચારધારા લોકહૃદયને બહુ સ્પર્શી શકી નહીં. એ વાત માત્ર અમુક દીક્ષાબદ્ધ ગાંધીવાદીઓ પૂરતી જ સીમિત બની રહી. સમય પલટાયો, સમયની માત્રા પલટાઈ. દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો તેમજ માસિકો એ સર્વમાં ક્રમશઃ પરિવર્તન આવવા લાગ્યું. માસિકો તો બહુધા સાહિત્યિક હતાં, પરંતુ બાકીનાં લગભગ બધાં જ મિશનરી મટીને અર્થપ્રધાન બન્યાં. ત્યાગી કહેવાતા નેતાઓ પણ જો અર્થપ્રાપ્તિને ત્યાગના બદલારૂપ ગણવા માંડ્યા હતા તો સર્વ પ્રકારનાં અખબારો પણ નિર્ભેળ અર્થપ્રધાન વ્યવસાય શા માટે ન બને ? એવા ન બને તો એમનું અસ્તિત્વ પણ ન જ રહે. પત્રકારોનાં માનસ પણ મિશનરી અને આદર્શવાદી મટીને અર્થપ્રધાન બન્યાં, કારણ કે એઓએ પણ સમયની વાસ્તવિકતા વચ્ચે જ પોતાનાં કુટુંબોને નિભાવવાનાં હતાં.
પલટાયેલા સમયની સાથોસાથ દૈનિકોના રવિવારના અંકો સાથે સાપ્તાહિક પૂર્તિઓ નીકળવા માંડી અથવા તો કેટલાંક સાપ્તાહિકો દૈનિકોની સાપ્તાહિક પૂર્તિઓ બની ગયાં. સામાન્ય અખબારી વાચન કરતાં આ પૂર્તિઓનું વાચન ભિન્ન પ્રકારનું રહ્યું. પૂર્તિઓ દૈનિકો સાથે જોડાયેલાં સામયિકો સમી જ હતી. આજે પણ એવું જ છે. પરંતુ એ જમાનામાં પૂર્તિઓનાં પણ આદર્શો અને માનવમૂલ્યો પ્રધાન સ્થાને હતાં. પૂર્તિઓમાં દેશપરદેશની રાજકીય ઘટનાઓની સમીક્ષાઓ થતી, સળંગ વાર્તાઓ પણ પ્રગટ થવા લાગી અને વિવિધ વિષયો પરના માહિતીપ્રદ લેખો પણ પ્રસિદ્ધ થવા લાગ્યા. સ્ત્રીઓ અને બાળકો માટેના વિભાગો પણ દેખાવા લાગ્યા.
સિનેમા અંગેની માહિતી અને એની સમીક્ષાઓ પણ ધીરે ધીરે અખબારોનાં અનિવાર્ય અંગો બની ગઈ. સ્વતંત્ર સિને-સાપ્તાહિક તરીકે સર્વપ્રથમ પ્રાકટ્ય ‘ચિત્રપટ'નું થયું હતું. એ પછી એને પગલે બીજાં ઉદ્ભવ્યાં અને આથમ્યાં, નવાં શરૂ થયાં અને એ ઘટમાળ ચાલુ રહી.
સમયની ગતિ વધુ તેજ બની અને તેના પરિણામરૂપ આજે સારી સંખ્યામાં ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થઈ રહ્યાં છે. ભારતનો સામાન્ય મનુષ્ય પણ વધારે વાંચતો થયો. વિષયવૈવિધ્યનું ફલક પણ વધુ ને વધુ વિસ્તરતું ગયું. એના પરિણામે ગુજરાતની જેમ ભારતની બધી જ ભાષાઓમાં તેમજ અંગ્રેજી ભાષામાં અનેક