________________
૧૧૩ | સાહિત્યિક પત્રકારત્વ
સર્જી શકે ? ના, સર્વત્ર એવું ન પણ બને. પત્રકારોએ પણ આવાં પ્રકાશનો શરૂ કર્યા અને તેઓ નિષ્ફળતામાં ગયાં એવાં ઉદાહરણો આપણે જાણીએ છીએ. અહીં સાચી વાત તો એ છે કે આવા સાહસિક પત્રકારો પાસે સાધનો નથી. સાધનસંપન્ન પત્રકાર માલિકીસ્થાને પણ શોભે અને તે સારાં પ્રકાશન પ્રગટ કરી પણ શકે, પરંતુ જે પત્રકાર ન હોય એવી વ્યક્તિનું નામ તંત્રીપદે મૂકવામાં આવે એ કદાચ આપણાં જ દેશમાં બની શકતું હશે.
સાપ્તાહિકોની ગુણવત્તાને મૂલવતાં પ્રથમ તો એ કહેવું જ રહ્યું કે આપણે ત્યાં સસ્તા માર્ગો જ અપનાવાયા છે – અપનાવાતા રહ્યા છે. જે વિષય પસંદ કરવામાં આવે તેનું સ્વતંત્ર અન્વેષણ, વિશ્લેષણ અને એ બન્નેના નવનીતરૂપ રજૂઆત આપણે ત્યાં થતી નથી. સીધાં ભાષાંતરો કે રૂપાંતરો, અન્ય સામયિકોમાંની તસવીરો સારી રીતે હોય તો તેનાં કટિંગોના બ્લૉકો, વગેરે આપણાં સાપ્તાહિકોમાં પ્રધાન સ્થાન ભોગવી રહ્યાં છે. જે વિષયો પરત્વે સ્વતંત્ર મહેનત કરવામાં આવે છે એ કાં તો છીછરા હોય છે અથવા તો એના પરની મહેનત અધૂરી હોય છે. લખનાર પોતાની આવડત દ્વારા એક લેખ ઊભો કરી શકે, પરંતુ વિષયને એ ન્યાય તો ન જ આપી શકે. કેટલાંક અંગ્રેજી એમજ ભારતીય ભાષાઓનાં સામયિકોમાં પ્રારંભે તેમના તંત્રીથી માંડીને વિવિધ વિષયો પરના નિષ્ણાતો, લેખકો, વૃત્તાંતનિવેદકો, સલાહકારો વગેરે નામાવલિઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યાના સર્જકો અને તેમાંય વળી મોટા ભાગના સ્ટાફના જ માણસો હોય છે તેઓ જે સામયિક સાથે જોડાયેલા હોય એમાં કચાશ દેખાય જ ક્યાંથી ? ત્યાં તંત્રી પોતે પત્રકાર જ હોય છે. માલિક કોણ છે તેની સામાન્ય વાચકને તો ભાગ્યે જ ખબર પડે છે. માલિક તો પોતાના સ્થાન પર બેસીને તંત્રીની માગ અનુસાર ખર્ચ કરવામાં કંઈ બાકી રાખતો નથી. અખબારોનાં પાનાં પરના વિષયો સાથે અથવા અન્યત્ર પત્રકારોનાં જ નામ ચમકે છે. આપણે ત્યાં તો સ્ટાફ પરના પત્રકારનું સાચું નામ પ્રસિદ્ધ ન થાય એવી ઘણે સ્થળે “કાળજી” રાખવામાં આવે છે. સ્ટાફ પરનો પત્રકાર પ્રસિદ્ધિ મેળવી પોતાનું મૂલ્ય વધારે એ ઘણાં માલિકોને ગમતું નથી. આપણાં સામયિકોમાં પણ ક્યાંય નામ પ્રસિદ્ધ કરવાની ઉદારતા દાખવવામાં આવે તો પણ એ નામ બહુધા અન્ય ક્યાંયથી ઉદ્ધત કરેલા ફેરફારવાળા લેખની સાથે હશે.
આ વિષયની ચર્ચા અહીં એટલા માટે કરી છે કે તે સામયિકના પાયામાં પડેલો છે. એમાં એક પ્રકારનું શોષણ પણ રહેલું છે. શોષણથી મુક્ત અખબારની ખુમારી જ અનોખી હોય છે.
આજે સાપ્તાહિકોનું પ્રકાશન ઘણું મોંઘુ પણ થઈ ગયું છે. કાગળ, શાહી, પગારો, વગેરે ઉપરાંત પણ બીજા ઘણા ખર્ચા અનિવાર્ય બની રહે – જો સાપ્તાહિકની ગુણવત્તા વધારવી હોય તો. ક્યાંય એક ઘટના બને પછી એ રાજકીય હોય કે અન્ય પ્રકારની, પરંતુ જો એનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરીને વિસ્તૃત રજૂઆત કરવી હોય તો એની પાછળ ઘણો મોટો ખર્ચ કરવો પડે. વિષયના અન્વેષણમાં પડેલા