SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દૃષ્ટિપાત D ૧૧૧ ઘણું પ્રિય છે. એમાં, એનાં પૂરા સમયનાં સંપાદક મંજુ ઝવેરીની વિધાયક સક્રિયતા મહત્ત્વનું કારણ છે. ભારતીય ભાષાઓના સાહિત્યના અનુવાદનું એક લાક્ષણિક સામયિક “સેતુ' (૧૯૮૪) સુરેશ જોશી અને ગણેશ દેવીએ બે વર્ષ ચલાવ્યું તેને સુરેશ જોશીના અવસાન પછી ગણેશ દેવી અને શિરીષ પંચાલે એકાદ વરસ ચલાવ્યું) એમાં કેટલુંક સૂઝપૂર્વકનું, મહત્ત્વનું કામ થયેલું. અનુવાદનું, સેતુરૂપ સામયિક હોવું અનિવાર્ય ગણાય, પણ આપણે ત્યાં આવાં વિશિષ્ટ સામયિકોનું કોઈ ભાવિ નથી. ૧૮૮૬માં “ગ્રંથ' બંધ પડ્યું એ પછી સમીક્ષાના સ્વતંત્ર સામયિકની ખોટ વરતાતી હતી. ૧૯૯૧માં શરૂ થયેલું ત્રમાસિક સામયિક પ્રત્યક્ષ' એ દિશામાં પ્રયત્નશીલ છે. પહેલાં બે વર્ષ જયદેવ શુક્લ અને નીતિન મહેતા સાથે હતા, ને હવે સ્વતંત્ર રીતે રમણ સોની એનું તંત્ર-સંપાદન સંભાળે છે. ૧૯૯૫માં પ્રગટ થયેલો એનો “સંપાદકવિશેષાંક' બહોળો સ્વીકાર પામેલો, ઉપયોગી પુરવાર થયેલો અંક હતો. વિષય-વિશેષનાં આ સામયિકોની, પ્રત્યેકની મુદ્રા અલગ છે– એમના દરેકના અલગ ક્ષેત્રે એ આંકી આપેલી છે ને એ એનો વિશેષ છે. બીજી તરફ ગુજરાતી સાહિત્ય પરિષદનું પરબ'; ગુજરાત સાહિત્ય અકાદમીનું “શબ્દસૃષ્ટિ'; ક્ષિતિજ સંશોધન કેન્દ્રનું “એતદ્', ચારુતર વિદ્યામંડળનું ‘વિ' તથા સ્વતંત્ર સાહસરૂપે ચાલતાં “ઉદ્દેશ', તાદર્થ્ય', “કંકાવટી' વગેરે સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરતાં વ્યાપક સાહિત્યિક સામયિકો છે. ગુજરાતીમાં આજે લખાતું સાહિત્ય વિવિધ સ્વરૂપની સાહિત્યકૃતિઓ – આ દરેક સામયિકમાં લગભગ સમાન સ્તરે પ્રગટ થાય છે. તો શું આ બધાંને એક જ સામયિકના વિવર્તીરૂપ ગણવાં ? આપણા એક વરિષ્ઠ સાહિત્યકારે કહેલું એમ સંપાદકોની શક્તિ વિવિધ સામયિકોમાં વહેંચાયેલી રહે એને બદલે થોડાંકને સમેટી લઈને કોઈ એક-બે સામયિકોમાં જ કેન્દ્રિત થવી જોઈએ – એ સાચું વલણ, સાચી પ્રતિક્રિયા છે ? આ બાબતોમાં તથ્ય હોવા છતાં, બાહ્ય દૃષ્ટિએ સમાન સ્વરૂપનાં, સરખી ભૂમિકા ભજવતાં દેખાતાં હોવા છતાં આ દરેકની – દરેકની નહીં તો મોટા ભાગનાંની – મુદ્રા નોખી નોખી છે. સંસ્થાગત નતિ અને સંપાદકીય વલણ ઝાઝાં વ્યાવર્તક ન હોવા છતાં કંઈક દૃષ્ટિભેદ, કંઈક પદ્ધતિભેદ તો એમાં દેખાય જ છે. લેખકવર્તુળ વ્યાપક હોવા છતાં કેટલાંકમાં અમુક સાહિત્યિક વલણો બનાવનાર લેખકોનું જૂથ જુદું પણ દેખાવાનું. એક આખા દાયકાનો સમયખંડ
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy