________________
દીક્ષા લીધા પછી જ જે મહાદોષની શુદ્ધિ થાય છે તે અનાવસ્થાપ્યાહ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ગૃહસ્થ શ્રાવક વગને માટે પણ આમ જ સમજવું જોઈએ.
પારાચિકાઈ પ્રાયશ્ચિત્ત આ રીતના મહાભયંકર દોષની શુદ્ધિને માટે સંઘમાંથી બહિષ્કત. કરવામાં આવે છે અને બાર વર્ષ સુધી એ મહાદેષી સાધુને જિનકલ્પી. મુનિની જેમ કઠોર તપશ્ચર્યા કરવી પડે છે. એકાંતમાં રહીને જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, જેમાં કોઈને જૈન સાધુ છે તેવી ખબર પણ ન પડે એવું પ્રાયશ્ચિત્ત પારાંચિકાણું પ્રાયશ્ચિત્ત છે. ગૃહસ્થને માટે જેમ કાળાપાણીની સજા કે આજીવન કારાવાસ છે એ જ રીતનું આ પ્રાયશ્ચિત્ત છે.
આ રીતે પ્રાયશ્ચિત્તના દસ ભેદોનું સ્વરૂપ આપણે જોયું. આને ઊંડાણમાં સમજીને જીવનમાં અપનાવવાથી વ્યક્તિ અને સમાજની. શુદ્ધિ અને કર્મોથી મુક્તિ મળી શકશે. સ્થાન : જૈનભવન, બીકાનેર. ૫ ઓગસ્ટ, ૧૯૪૮.
/
/
હા પસ્તાવો! વિપુલ ઝરણું