________________
ચાર
ધર્મનું મૂળ છે વિનય
આભ્યન્તર તપને બીજો પ્રકાર છે વિનય. વિનય જીવનરૂપી સુવર્ણ ચંટેલા અભિમાન, કરતા મદ, દર્પ, અહંકાર, અશ્રદ્ધા, ધૃણું વગેરે દુર્ગણે રૂપી મલિનતાને તપાવીને દૂર કરે છે અને જીવનરૂપી સુવર્ણને શુદ્ધ અને ચમકદાર બનાવે છે કે જેના દ્વારા સદ્દગુણરૂપી કેટલાંય આભૂષણો બને છે. એ હકીકત છે કે જ્યાં સુધી તેનું નરમ ન થાય ત્યાં સુધી તેમાં નંગ જડી શકાતું નથી. સદ્ગુણોનાં નંગ જડતાં પહેલાં જીવનરૂપી સુવર્ણને નરમ બનાવવું પડશે. એક રીતે જોઈએ તે વિનય બધા જ ગુણોનું મૂળ છે. વિનયરૂપી મૂળ ન હોય તે ધર્મરૂપી વૃક્ષ વિકસશે નહીં, તે સાવ સૂ કુંદૂઠું બનીને રહી જશે.
જેનું હૃદય પથ્થર જેવું કઠેર હોય, તેમાં જ્ઞાન પ્રવેશી શકે નહીં. જ્ઞાનના પ્રવેશ માટે હૃદયની
78. ઓજસ દીઠાં આત્મબળનાં