________________
કે જ્યાં તેને જરૂરી સુવિધા ન મળે, માનવસંપર્ક ન હોય અથવા તે અમુક સમયમર્યાદા માટે કારાવાસ કે નજરબંધ રાખવામાં આવે છે અને મહાદેવી વ્યક્તિને આ પ્રાયશ્ચિત્ત સ્વીકારવું પડે છે.
મૂલાહ પ્રાયશ્ચિત્ત " દોષ જ્યાં સુધી અતિકમ, વ્યતિકમ કે અતિચાર સુધીની કેટિને હોય છે ત્યાં સુધી તેની શુદ્ધિ પૂર્વોક્ત સાતેયમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે, પરંતુ જ્યારે દોષ અતિચારની સીમાથી આગળ વધીને અનાચારની ટિમાં આવે છે, ત્યારે તેના માટે નવેસરથી વ્રતસ્થાપના કરવાની (એટલે કે મહાવ્રત અણુવ્રત આપવાની જરૂર) રહે છે. મૂળ ગુણોમાં અતિકમ, વ્યતિકમ અને અતિચારથી ચરિત્રમાં મલિનતા આવે તે તેની શુદ્ધિ આચના, પ્રતિકમણ આદિથી થાય છે, પરંતુ અનાચારની કેટિના દોષથી મૂળગુણને સર્વથા ભંગ થાય છે. તેને ફરી નવેસરથી ગ્રહણ કરવા પડે છે. ઉત્તરગુણમાં ચારેય અતિક્રમાદિથી ચરિત્ર દૂષિત થાય છે, પણ સંપૂર્ણ વ્રતભંગ નથી થતું.
* મૂલાઈ પ્રાયશ્ચિત્તમાં સામાન્ય રીતે પાંચ મહાવ્રત (ગૃહસ્થ માટે પાંચ અણુવ્રત) અને ખાસ કરીને શું મહાવ્રત (ગૃહસ્થ માટે ચોથું અણુવ્રત)બ્રહ્મચર્યને ભંગ થયું હોય ત્યારે લેવું પડે. અન્ય મહાવતેમાં કદાચ કોઈ દોષ લાગી જાય તો તે ક્ષમ્ય છે, પણ બ્રહ્મચર્ય મહાવ્રત(અથવા અણુવ્રતમાં)માં જે કોઈ દોષ લાગી જાય છે તે અક્ષમ્ય દેષ કહેવાય છે. એનું પ્રાયશ્ચિત્ત નવેસરથી દીક્ષા એ જ છે. ગૃહસ્થને માટે નવેસરથી વ્રત ગ્રહણ કરવું એ જ છે, કારણ કે ચેથા મહાવતના ભંગથી પાંચેય મહાવ્રતને ભંગ થઈ જાય છે.
અનવસ્થાપ્યાહું પ્રાયશ્ચિત્ત કોઈ સાધુએ કોઈ ભયંકર પાપ કર્યું હોય તે એને દક્ષાથી દૂર કરીને વિશેષ તપ કર્યા પછી જ એ જ દીક્ષા કરી આપવામાં આવે છે. એના માટે નકકી કરવામાં આવેલું તપ ન કરે તે તેને ફરીથી સાધુ દીક્ષા આપવામાં આવતી નથી. તપ પછી બીજી વાર
16 ઓજસ દીઠાં આત્મબળનાં