________________
(૨) અવિરતિ કે અવ્રતનું પ્રતિક્રમણ, (૩) પ્રમાદનું પ્રતિક્રમણ, (૪) કષાયનું પ્રતિકમણ, અને (૫) અશુભ યોગનું પ્રતિકમણ.
આને અર્થ એ કે દિવસે કે રાત્રે પોતાને આત્મા પ્રમાદને કારણે મિથ્યાત્વ વગેરેમાં ડૂબી ગયું હોય, તે તેને પ્રબળ વિચારો દ્વારા પાછો યથાસ્થાને લઈ આવવો, બેટું કામ થયું હોય તે તેને ત્યાગવાને સંકલ્પ કરે, ઉપરના દેષો માટે અંતઃકરણથી પસ્તા કરે, વાણથી પણ તેને ખોટું કાર્ય કહીને ધિક્કારવું એ જ આ પાંચ પ્રતિકમણની ભાવના છે. . " કાળના ભેદથી પ્રતિકમણના ત્રણ પ્રકાર છેઃ (૧) ભૂતકાળના દેષોની આલોચના કરવી, (૨) વર્તમાનકાળમાં લાગનારા દોષોથી “સંવરથી બચવું, (૩) ભવિષ્યમાં થઈ શકે તેવા દોષોને પ્રત્યાખ્યાન દ્વારા અટકાવવા.
સાધુવર્ગ પોતાની દિવસભરની ચર્યામાં ભિક્ષા માટે, સ્વાધ્યાય (વ્યાખ્યાનાદિ) માટે, શૌચાદિ માટે, એક ગામથી બીજે ગામ વિચરણ માટે અથવા બીજા કેઈ કાર્ય માટે ગમન-આગમન કરે છે, તે વખતે ઉપયોગ અને યતના (સાવધાની)માં કઈ ક્ષતિ થઈ હોય, પ્રમાદને કારણે હિંસા વગેરે દેષ લાગ્યા હોય, તે તેનું પ્રતિકમણ કરવું તેમના માટે જરૂરી હોય છે. તે દૈવસિક કે રાત્રિના આવશ્યક સમયે નહીં, પણ એ જ વખતે કરવાનું હોય છે, આ પ્રતિક્રમણને ઐર્યાપથિક (ઈરિયાવહી) પ્રતિકમણ કહેવાય છે.
ભિક્ષાચરી, વિહાર, શૌચાદિ માટે આવનજાવન કરવી સાધુવગ માટે અપરિહાર્ય છે અને શાસ્ત્રીય આજ્ઞાને અનુકૂળ છે, પરંતુ એ કાર્ય માટે જતાં-આવતાં રસ્તામાં ઉપયોગ ન રાખતાં, યતના (સાવધાની) ન રાખવાથી તથા બેદરકારી વગેરેને લીધે એર્યા પથિક પ્રતિક્રમણ કરવામાં આવે છે.
આને અર્થ જ એ કે સાધુવર્ગની પ્રત્યેક ક્રિયા વિવેકપૂર્વક, સાવધાનીપૂર્વક અને ઉદ્દેશપૂર્વક થવી જોઈએ. તેનાથી વિપરિત કિયા
67 હા પસ્તાવો ! વિપુલ ઝરણું