________________
થઈ હાય તા પ્રાયશ્ચિત્ત કરીને પેાતાનુ જીવન નિરતર શુદ્ધ રાખવું જોઈ એ. પેાતાના જીવનની ચાદર પર એક પણ દોષ કે અશુદ્ધિના ડાઘ રહેવા દેવાના નથી. અય્યપથિક પ્રતિક્રમણથી કઈ રીતે દોષોની શુદ્ધિ થાય છે, તે વિશે એક શાસ્ત્રીય ઉદાહરણ જોઈ એ.
આંતરમથન અંતિમુક્તક મુનિનું
અતિમુક્તક મુનિ હજી ખૂબ નાના હતા. તે ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી પાસે દીક્ષિત થયા હતા. એમ કહેવાય છે કે દીક્ષા સમયે તેમની ઉંમર આઠ વર્ષની હતી. વર્તમાનયુગમાં આટ્લી નાની વયમાં બાળક–માલિકાઓને દીક્ષિત કરવા તે શાસ્ત્રાજ્ઞાની વિરુદ્ધ છે અને યુગથી પ્રતિકૂળ પણ છે. અસ્તુ !
અતિમુક્તક મુનિ એકવાર શૌચાદિ માટે અન્ય સ્થવિર મુનિએ સાથે સ્થ'ડિલભૂમિ (જંગલ)માં ગયા. તે બીજા મુનિએની પહેલાં ઝડપથી શૌચાદિથી નિવૃત્ત થઈ ને બીજા મુનિઓની રાહ જોવા લાગ્યા. વરસાદને લીધે એક તલાવડીમાં પાણી ભરાઈ ગયુ હતુ. બાલચાપલ્યને લીધે પાણી જોઈ ને મુનિનું મન ચ'ચલ થયું અને તેમણે પોતાના કાષ્ઠપાત્રને પાણીમાં મૂકયું. પાત્ર તરી રહ્યું હતું.
ખીજા મુનિએ જ્યારે શૌચાદિ પતાવીને આવ્યા તે અતિમુક્તક મુનિ ખેલ્યા, “જુઓ, મુનિરાજ! મારી નાવ તરી રહી છે.”
બીજા મુનિએ ઠપકો આપતાં કહ્યું, “હે મુનિ ! સાધુ માટે આ કલ્પનીય નથી. આવુ' કરવું એ સાધુમર્યાદાથી વિપરિત છે.
કેટલાક મુનિ કહેવા લાગ્યા, ગૌતમસ્વામી તે જેને જુએ, તેને સાધુ બનાવી દે છે. આ બાળક સાધુ બિચારા સાધુ–મર્યાદામાં શું સમજે ?””
ખસ, પછી શું ? સરળદથી બાળસાધુના મનમાં મુનિએની વાણી પર ખૂબ માંથન ચાલ્યું. તે પોતાના આજના દુષ્કૃત્ય વિશે ચિંતનમાં ડૂબી ગયા. એમના ચિત્તે સાક્ષી આપી કે આજે તમે જે
68
ઓજસ દીઠાં આત્મબળનાં